You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીનું UNને સંબોધન, '2025 સુધીમાં ભારતમાંથી ટી.બી. નાબૂદ થઈ જશે'
ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે આયોજિત કાર્યક્રમને વીડિયો લિન્ક દ્વારા સંબોધિત કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની 'ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ કાઉન્સિલ'ની બેઠકમાં સામેલ છે.
ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે આયોજિત કાર્યક્રમને નરેન્દ્ર મોદી વીડિયો લિંકના માધ્યમથી સંબોધિત કરી રહ્યા છે.
આ વખતની થીમ છે, "કોવિડ-19 પછી બહુપક્ષવાદ: 75મી વર્ષગાંઠે આપણે કેવા પ્રકારનું યુ.એન. ઇચ્છીએ છીએ."
સંયુક્ત રાષ્ટ્રોની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરકાર, ખાનગી ક્ષેત્ર, સિવિલ સોસાયટી, તથા શિક્ષણ સમુદાયના ઉચ્ચતજજ્ઞો ભાગ લે છે.
નરેન્દ્ર મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા
- ECOSOCના 50 સ્થાપક રાષ્ટ્રોમાં ભારત સામેલ, આજે બહુપક્ષવાદ સામે અનેક પડકાર ઊભા થયલા છે.
- ભારત 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ના વિચાર ઉપર આગળ વધી રહ્યું છે.
- 2025 સુધીમાં ભારતમાંથી ટી.બી. નાબૂદ થઈ જશે ; કોવિડ-19 સામે લડવામાં ભારતના આરોગ્ય માળખાએ ચાવીરુપ ભૂમિકા ભજવી.
- ECOSOCમાં વડા પ્રધાને આધાર, જનધન યોજના તથા આયુષ્માન ભારત, શૌચાલય નિર્માણની સિદ્ધિઓ વર્ણવી.
- કોવિડ સામે લડવા માટે ભારતે 'સાર્ક ફંડ' ઊભું કર્યું તથા 150 જેટલા દેશોને સહાય મોકલાવી.
- યુ.એન.માં સુધારની જરૂર અને સાંપ્રત સ્થિતિને આધારે વૈશ્વિક બહુપક્ષવાદ લાવવાની જરૂર છે, જે વધુ અસરકારક તથા કાર્યદક્ષ હશે.
- કોવિડ-19એ યુ.એન.માં સુધાર સંદર્ભે વિચારની તક પૂરી પાડી.
ECOSOCની સાથે-સાથે
- 17મી જૂનના રોજ ભારતને સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદના બિનકાયમી સભ્ય તરીકે બે વર્ષ માટે (2021-22) માટે જંગી બહુમતીથી ચૂંટી કઢાયું હતું. તે પછી મોદીનું યુ.એન.ને પ્રથમ સંબોધન છે.
- ભારત કોવિડ પછીના વિશ્વમાં સુરક્ષા પરિષદના પુનર્ગઠનની માગ કરતું રહ્યું છે એટલે તેમનું સંબોધન મહત્ત્વપૂર્ણ. હાલમાં રશિયા, યુ.કે. યુ.એસ., ફ્રાન્સ અને ચીન તેના કાયમી સભ્ય છે.
- 2016માં 70મી વર્ષગાંઠ નિમિતે આયોજિત કાર્યક્રમને પણ વડા પ્રધાને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો હતો.
- 1946માં સર રામાસ્વામી મુદ્દાલિયર ECOSOCના પ્રથમ વડા હતા
- ECOSOCએ યુ.એન.નાં છ મુખ્ય સંગઠનોમાંથી એક છે. તે યુ.એન.ની સામાજિક, આર્થિક તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓના સંકલનની કામગીરી કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો