નરેન્દ્ર મોદીનું UNને સંબોધન, '2025 સુધીમાં ભારતમાંથી ટી.બી. નાબૂદ થઈ જશે'

નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે આયોજિત કાર્યક્રમને વીડિયો લિન્ક દ્વારા સંબોધિત કરી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની 'ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ કાઉન્સિલ'ની બેઠકમાં સામેલ છે.

ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે આયોજિત કાર્યક્રમને નરેન્દ્ર મોદી વીડિયો લિંકના માધ્યમથી સંબોધિત કરી રહ્યા છે.

આ વખતની થીમ છે, "કોવિડ-19 પછી બહુપક્ષવાદ: 75મી વર્ષગાંઠે આપણે કેવા પ્રકારનું યુ.એન. ઇચ્છીએ છીએ."

સંયુક્ત રાષ્ટ્રોની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરકાર, ખાનગી ક્ષેત્ર, સિવિલ સોસાયટી, તથા શિક્ષણ સમુદાયના ઉચ્ચતજજ્ઞો ભાગ લે છે.

line

નરેન્દ્ર મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા

  • ECOSOCના 50 સ્થાપક રાષ્ટ્રોમાં ભારત સામેલ, આજે બહુપક્ષવાદ સામે અનેક પડકાર ઊભા થયલા છે.
  • ભારત 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ના વિચાર ઉપર આગળ વધી રહ્યું છે.
  • 2025 સુધીમાં ભારતમાંથી ટી.બી. નાબૂદ થઈ જશે ; કોવિડ-19 સામે લડવામાં ભારતના આરોગ્ય માળખાએ ચાવીરુપ ભૂમિકા ભજવી.
  • ECOSOCમાં વડા પ્રધાને આધાર, જનધન યોજના તથા આયુષ્માન ભારત, શૌચાલય નિર્માણની સિદ્ધિઓ વર્ણવી.
  • કોવિડ સામે લડવા માટે ભારતે 'સાર્ક ફંડ' ઊભું કર્યું તથા 150 જેટલા દેશોને સહાય મોકલાવી.
  • યુ.એન.માં સુધારની જરૂર અને સાંપ્રત સ્થિતિને આધારે વૈશ્વિક બહુપક્ષવાદ લાવવાની જરૂર છે, જે વધુ અસરકારક તથા કાર્યદક્ષ હશે.
  • કોવિડ-19એ યુ.એન.માં સુધાર સંદર્ભે વિચારની તક પૂરી પાડી.
line

ECOSOCની સાથે-સાથે

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

  • 17મી જૂનના રોજ ભારતને સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદના બિનકાયમી સભ્ય તરીકે બે વર્ષ માટે (2021-22) માટે જંગી બહુમતીથી ચૂંટી કઢાયું હતું. તે પછી મોદીનું યુ.એન.ને પ્રથમ સંબોધન છે.
  • ભારત કોવિડ પછીના વિશ્વમાં સુરક્ષા પરિષદના પુનર્ગઠનની માગ કરતું રહ્યું છે એટલે તેમનું સંબોધન મહત્ત્વપૂર્ણ. હાલમાં રશિયા, યુ.કે. યુ.એસ., ફ્રાન્સ અને ચીન તેના કાયમી સભ્ય છે.
  • 2016માં 70મી વર્ષગાંઠ નિમિતે આયોજિત કાર્યક્રમને પણ વડા પ્રધાને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો હતો.
  • 1946માં સર રામાસ્વામી મુદ્દાલિયર ECOSOCના પ્રથમ વડા હતા
  • ECOSOCએ યુ.એન.નાં છ મુખ્ય સંગઠનોમાંથી એક છે. તે યુ.એન.ની સામાજિક, આર્થિક તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓના સંકલનની કામગીરી કરે છે.
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો