INDvsSA : દ.આફ્રિકા વચ્ચે આજથી વન ડે શ્રેણી, આ પાંચ ખેલાડીઓ પર નજર

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુરુવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શરૂ થનારી વન ડે શ્રેણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.

આ સિરીઝની પ્રથમ મૅચ વરસાદને કારણે રદ થઈ છે. બીજી મૅચ 15 માર્ચે લખનઉમાં જ્યારે ત્રીજી મૅચ 18 માર્ચે કોલકાતામાં રમાશે.

આ પહેલાં ન્યૂઝીલૅન્ડ સામે વન ડે શ્રેણીમાં વ્હાઇટ વૉશ થયા બાદ એટલે કે 3-0થી શ્રેણી હાર્યા બાદ વિરાટ કોહલીની ટીમ દક્ષિણ આફ્રિકા સામે દબાણમાં હશે.

બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ આ પહેલાં પોતાના ઘરઆંગણે રમતા ઑસ્ટ્રેલિયા જેવી ટીમને વન ડે સિરીઝમાં 3-0 ભારે હાર આપી હતી.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 84 વન ડે મૅચ રમાઈ છે. જેમાં 46 દક્ષિણ આફ્રિકા અને 35 ભારત જીત્યું છે, જ્યારે ત્રણ મૅચ ટાઇ પડી છે.

સાઉથ આફ્રિકા

ઇમેજ સ્રોત, Getty Images

વન ડે શ્રેણી માટે કપ્તાન વિરાટ કોહલી સિવાય ટીમમાં શિખર ધવન, કેએલ રાહુલ, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શુભનમ ગિલ, રિષભ પંત, જસપ્રિત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને નવદીપ સૈની સામેલ છે.

શિખર ધવન, ભૂવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા ઈજામાંથી સારા થયા બાદ ભારતીય ટીમમાં પરત ફરી રહ્યા છે.

ભારત કોના પર આધાર રાખશે?

ક્રિકેટ સમીક્ષક વિજય લોકપલ્લી ભારતના કપ્તાન વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારને મહત્ત્વપૂર્ણ ગણે છે.

હવે નજર કરીએ આ પાંચ ખેલાડીઓ પર...

line

1. વિરાટ કોહલી

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના કપ્તાન વિરોટ કોહલી વિશ્વના સર્વેશ્રેષ્ઠ બૅટ્સમૅનોમાંના એક છે. જોકે, ક્રિકેટ સમીક્ષક વિજય લોકપલ્લીને હાલમાં જ વિરાટ કોહલીના ન્યૂઝીલૅન્ડ સામેના પ્રદર્શનથી હેરાન છે.

તેઓ કહે છે કે છેલ્લી 11 ઇનિંગ્સમાં કોહલીએ માત્ર એક અડધી સદી ફટકારી છે. તેમને ન્યૂઝીલૅન્ડની પીચ પર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

જોકે, હવે આ સિરીઝમાં કાનપુરમાં એવી પીચ મળશે જે બૅટ્સમૅન માટે ખૂબ અનુકૂળ હશે. જો કોહલી પોતાનું ગુમાવેલું ફૉર્મ ફરીથી હાંસલ કરી લે તો તે ભારત માટે ખરેખર ફાયદાકારક હશે.

line

2. કેએલ રાહુલ

કેએલ રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

કેએલ રાહુલ છેલ્લા ઘણા સમયથી ભારતના એક ભરોસાપાત્ર બૅટ્સમૅન તરીકે ઊભર્યા છે.

વિજય લોકપલ્લી માને છે કે રાહુલની સૌથી મોટી ખાસિયત દરેક પરિસ્થિતિમાં ખૂબ જ જલદી પોતાને ઢાળી લેવાની છે.

ન્યૂઝીલૅન્ડની વિરુદ્ધ પ્રથમ વન ડે મૅચમાં તેમણે અણનમ 88 રન, ત્રીજી મૅચમાં 112 રન બનાવ્યા હતા. તેમના પાસે દરેક પ્રકારના શૉટ્સ રમના ક્ષમતા છે.

કેટલાક ક્રિકેટ સમીક્ષક તેમને વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા બાદ ટેસ્ટ ક્રિકટના પણ સૌથી સારા બૅટ્સમૅન માને છે.

દક્ષિણ આફ્રિકા સામે કેએલ રાહુલ સામે સૌથી વિશેષ નજર રહેશે.

line

3. રિષભ પંત

રિષભ પંત

ઇમેજ સ્રોત, Getty Images

વિજય લોકપલ્લી કહે છે કે જેટલી તકો રિષભ પંતને મળી છે, તેના બાદ પણ જો સવાલો હોય તો તેના માટે તેઓ ખુદ જવાબદાર છે.

હવે રિષભ પંત પણ જાણી ગયા હશે કે દક્ષિણ આફ્રિકા સામે થનારી સિરીઝ તેમના માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ શકે છે.

આખરે ક્યાં સુધી પસંદગીકર્તાઓ તેમને તક આપી શકે, તેઓ નિષ્ફળ છે છતાં પણ ટીમમાં છે. જોકે, વન ડે ક્રિકેટ તેમના જેવા બૅટસમૅન માટે સારી તક છે.

તેમના પર દબાવ છે અને તેમને કદાચ એક ખૂબ સારી ઇનિંગની જરૂરિયાત છે.

પસંદગીકર્તાઓએ તેમના પર ભરોસો મૂકીને ફરી ચાન્સ આપ્યો છે, રિષભ પંતે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ.

line

4. હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

હાર્દિક પંડ્યા ઈજામાંથી બહાર આવ્યા બાદ ટીમમાં આવ્યા છે. તેઓ સાહસી ક્રિકેટર છે. વિજય લોકપલ્લી કહે છે કે આ વાત તેમને પૂર્વ કોચ અનિલ કુંબલેએ કહી હતી કે તેમને ઘણા લાંબા સમય બાદ એવો ખેલાડી મળ્યો છે જે ડરતો નથી.

તેઓ કોઈ પણ બૉલરને પોતાના ફૂટવર્કથી નહીં પરંતુ આગળ આવીને હિટ કરવાની ક્ષમતા ધરાવે છે.

તેઓ ખૂબ દમદાર શૉટ્સ રમે છે. ભારતીય ટીમને એક એવા ખેલાડીની જરૂરિયાત છે, જે પોતાના દમ પર મૅચ બદલી શકે. હાર્દિક પંડ્યા ખૂબ સારા ફિલ્ડર પણ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

5. ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર

ઇમેજ સ્રોત, Getty Images

ભુવનેશ્વર કુમાર એક સમયે ભારતીય બૉલિંગનો આધાર હતા. તેમની સ્વિંગ થતા બૉલનો સામનો કરવો આખરી ઓવરોમાં ખૂબ જ મુશ્કેલ હતો.

છેલ્લા ઘણા સમયથી તેઓ ઈજાથી પરેશાન છે પરંતુ હવે ઘણા સમય બાદ તેઓ આરામ અને ઉપચાર કર્યા બાદ ટીમમાં પરત આવ્યા છે.

જો ભુવનેશ્વર પોતાના અસલી રંગમાં આવી ગયા તો ભારત માટે ખૂબ સારી સ્થિતિ હશે, કેમ કે આ વર્ષે ભારત વિશ્વ ટી-20 પણ રમવાનું છે.

તેમની મોટી ખાસિયત છે કે તેઓ બૅટ્સમૅનોના મારથી ડરતા નથી. દુનિયામાં ભાગ્યે જ તેમના જેવા બૉલરો છે જેઓ પૂરતા નિયંત્રણ સાથે બૉલિંગ કરે છે.

બંને ટીમ વચ્ચે ગુરુવારે રમાનારી પ્રથમ વન ડે એટલા માટે પણ મહત્ત્વની છે, કારણ કે આ ત્રણ મૅચની સિરીઝ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો