યસ બૅન્ક માટે આપણા પાસે પૂરતો સમય હતો : રાજન - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બધુવારે યસ બૅન્કને લઈને નિવેદન આપ્યું છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે રઘુરામ રાજને કહ્યું કે યસ બૅન્કે પોતાની સમસ્યાઓથી ઘણી વાર અવગત કર્યા હતા અને આ સમસ્યાઓને દૂર કરવાની યોજના બનાવવા માટે પૂરતો સમય પણ હતો.

રઘુરામ રાજને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે યસ બૅન્કે આપણને યોગ્ય સમયે જણાવ્યું છે કે તેની સામે મુશ્કેલીઓ આવી રહી છે.

તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે આપણે સૌથી સારી યોજના મળી છે. પરંતુ હું બીજું કોઈ અનુમાન લગાવવા માગતો નથી, કેમ કે હું બાબતોને વિસ્તારથી જાણતો નથી.

તેઓએ કહ્યું કે "બૅન્કોની બૅલેન્સ શીટની પારદર્શિતાની અનિચ્છાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની સમસ્યા ખેંચાઈ રહી છે. આ કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવું જોઈએ. નહીં તો એનબીએફસી, ખાનગી બૅન્ક અને એટલે સુધી કે સરકારી બૅન્ક પર પણ લોકોનો વિશ્વાસ ઊઠી જશે."

એસબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કર્યો

ભારતીય સ્ટેટ બૅન્કે બધાં બચતખાતાંઓ પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

બૅન્કે વ્યાજદર ઘટાડીને સમાન 3.0 કરી નાખ્યો છે અને ફિક્સ ડિપૉઝિટના દર પણ ઓછા કરવાનું એલાન કર્યું છે.

આ સિવાય બૅન્કે હોમ અને કાર લૉનનું વ્યાજ પણ 0.15 ટકા સુધી ઓછું કરવાનું એલાન કર્યું છે.

એસબીઆઈએ વિવિધ સ્તરના વ્યાજદર પણ ઘટાડવાની જાહેરાત કરી છે.

આ પહેલાં ભારતીય સ્ટેટ બૅન્કે પોતાના બધા ખાતાધારકોને સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ માસિક રકમ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી હતી.

બુધવારે બૅન્કે કહ્યું હતું કે હવે પછી બધા ખાતાધારકોને ઝીરો બૅલેન્સ ખાતાની સુવિધા મળશે.

એટલું જ નહીં બૅન્કે એસએમએસ ચાર્જને પણ ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

એનપીઆર સહિતના મુદ્દે વિશેષ સત્રમાં ચર્ચા

દિલ્હીની આમ આદમી પાર્ટી 13 માર્ચે વિધાનસભામાં એક વિશેષ સત્ર બોલાવવાની છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, માનવામાં આવે છે કે સત્રમાં એનપીઆર એટલે કે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર, રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર અને દિલ્હીમાં કોરોના વાઇરસની સ્થિતિ પણ ચર્ચા થઈ શકે છે.

એવું પણ માનવામાં આવે છે કે 2010માં બનાવેલા એનપીઆર એટલે કે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટરના આધારે જાણકારી મેળવવાનો પ્રસ્તાવ પાર્ટી પસાર કરાવી શકે છે.

દિલ્હીમાં પહેલી એપ્રિલથી 2021ની વસતીગણતરીનું કામ શરૂ થવાનું છે.

વસતીગણતરી સાથેસાથે દિલ્હીમાં એનપીઆર ડેટા પણ એકઠ કરાશે.

બિહાર વિધાનસભામાં 2010ના એનપીઆરના ફૉર્મને આધારે ડેટા એકત્ર કરવાનો પ્રસ્તાવ પાસ કરાયો હતો.

યૌનશોષણના આરોપમાં 23 વર્ષની જેલ

હોલીવૂડના વિવાદાસ્પદ ફિલ્મનિર્માતા હાર્વી વાઇનસ્ટીનને બળાત્કાર અને યૌનશોષણના કેસમાં 23 વર્ષની જેલની સજા સંભળાવાઈ છે.

વાઇનસ્ટીનને ગત મહિને ન્યૂયૉર્કમાં દોષી ઠેરવ્યા હતા.

બુધવારે 67 વર્ષીય વાઇનસ્ટીન વ્હિલચૅર પર કોર્ટમાં હાજર થયા હતા, જ્યાં તેમના વકીલે સજામાં છૂટની વિનંતી કરતાં કહ્યું કે પાંચ વર્ષની ઓછામાં ઓછી સજા પણ તેમના માટે આજીવન કેદની સજા જેવી જ હશે.

જોકે સામે પક્ષે કહેવાયું કે જે રીતે તેઓએ એક લાંબા સમય સુધી મહિલાઓ સાથે દુર્વ્યહાર કર્યો અને તેમનામાં કોઈ અપરાધભાવ દેખાતો નથી એ જોતાં તેમને અધિકતમ સજા આપવી જોઈએ.

વાઇનસ્ટીન બધુવારે પહેલી વાર બોલ્યા કોર્ટમાં બોલ્યા અને કહ્યું કે તેમને બહુ અફસોસ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો