You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAB મુદ્દે આંદોલનકારીઓ સાથે વાતચીત માટે તૈયાર : સર્બાનંદ સોનોવાલ
આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે તેમની સરકાર નાગરિકતા સંશોધન વિધેયક(CAB)નો વિરોધ કરી રહેલા આંદોલનકારીઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ગુવાહાટીમાં હાઈકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ બિપ્લવ શર્માના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.
આ કમિટી આસામની પરિસ્થિતિ પર રિપોર્ટ આપવા ઉપરાંત આ અંગે બંધાણરણીય સમધાનનું સૂચનો પણ આપશે.
મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલે બીબીસી સાથે ગુરુવારે એક ખાસ વાતચીત કરી. વાંચો, આસામની પરિસ્થિતિ અંગે તેમણે શું કહ્યું?
સવાલ - આસામમાં હિંસાનું કારણ શું છે?
જવાબ : લોકતંત્રમાં હિંસક આંદોલનોની ખરાબ અસર પડતી હોય છે.
પ્રજાસત્તાક સમાજ એવાં પ્રદર્શનો વિરુદ્ધ છે, જે શાંતિ ભગ્ન કરે છે. હાલમાં શાંતિ સ્થપાવી એ આસામ અને અહીંના લોકો માટે જરૂરી છે.
આ મુદ્દે અમે આંદોલનકારીઓ સાથે વાતચીત માટે તૈયાર છીએ.
વડા પ્રધાન અને ગૃહમંત્રીએ જણાવ્યું છે કે અમારી સરકાર આસામના લોકોની ઓળખના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમારી વચ્ચે કોઈ પણ ભ્રમ પેદા ન થવો જોઈએ.
અમને થોડો સમય આપો કે જેથી અમે સાથે મળીને આ મામલે શાંતિપૂર્ણ ઉકેલ કાઢી શકીએ.
સવાલ : જો આવું હોય અને વડા પ્રધાને આ મામલે ટ્વીટ પર કર્યું છે તો આ વાત તમે તમારી જનતાને શા માટે સમજાવી શકતા નથી?
જવાબ : કેટલાક લોકો મિસઇન્ફર્મેશન (ખોટી માહિતી) આપી રહ્યા છે. હકીકતને ક્યારેય જાહેર કરવામાં આવી નથી.
આ આખું આંદોલને લોકોને ભટકાવવાના પ્રયાસોનું છે. તેમને સત્ય સાથે કંઈ લાગતું વળગતું નથી.
કોઈ કહે છે કે આટલા લોકોને નાગરિકત્વ મળી જશે. બીજું કોઈ અલગ આંકડો જણાવે છે. આ કારણે થોડી મુશ્કેલી છે.
નાગરિકતા કાયદામાં કંઈ પ્રથમ વખત સુધારો કરવામાં આવ્યો છે એવું નથી. પહેલાંની સરકારોએ પણ આ કાયદામાં નવ વખત સુધારા કર્યા છે.
સવાલ : કર્ફ્યુ લાદીને, ઇન્ટરનેટ બંધ કરીને, આવી રીતે તમારી સરકાર જનતાને કેટલા દિવસ સુધી સાચવી શકશે? તમારી પાસે પોલીસ છે, સશસ્ત્ર દળો છે, પોતોનો ગુપ્તચરવિભાગ છે. તો પછી સૈન્યનની જરૂર શા માટે પડી?
જવાબ : આ આંદોલનમાં બધા જ લોકો સામેલ નથી. કાયદો અને વ્યવસ્થાની પણ પોતાની પ્રક્રિયા છે.
કોઈ સરકાર તેનાથી અલગ કઈ રીતે હોઈ શકે? આ શાંતિવ્યવસ્થા માટે કરવામાં આવ્યું છે.
કોઈને હેરાન કરવા માટે નહીં. લોકોએ અમને સહયોગ કરવો જોઈએ.
સવાલ : શું ભારતીય જનતા પક્ષમાં CABને લઈને કોઈ મતભેદ છે?
જવાબ : ભાજપમાં આ મુદ્દે કોઈ મતભેદ નથી. નાગરિકતા સંશોધન વિધેયક દ્વારા પ્રથમ વખત લોકોને આ અધિકાર પ્રાપ્ત થશે.
આસામ સમજૂતિનાં 34 વર્ષ બાદ કોઈ સરકારે આ નિર્ણય લીધો છે.
આ આસામની ઓળખ માટે છે. એટલે CABને લઈને મતભેદ કઈ રીતે હોઈ શકે?
સવાલ : 15 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ગૌહાટીમાં આવે એવો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ થશે કે તેને રદ કરી દેવાની યોજના છે?
જવાબ : આ અંગે હાલ કંઈ કહીશ નહીં. પછી ક્યારેક વાત કરીશું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો