You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#SonakshiSinha: KBCમાં સહેલા સવાલનો જવાબ ન આપી શકતાં સોનાક્ષી સિન્હા ટ્રૉલ થયાં
બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રૉલ થઈ રહ્યાં છે. તેનું કારણ છે KBC (કૌન બનેગા કરોડપતિ)માં તેમને એક સામાન્ય સવાલનો જવાબ ન આવડ્યો.
KBCની 11મી સિઝનના 25માં એપિસોડમાં રાજસ્થાનનાં ઉદ્યમી રુમા દેવી 'કર્મવીર સ્પર્ધક' તરીકે ભાગ લઈ રહ્યાં હતાં.
બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ ખાસ મહેમાનોની પેનલમાં હતાં. તેઓ રુમા દેવીનો સાથ આપી રહ્યાં હતાં.
આ દરમિયાન એક સવાલ આવ્યો કે હનુમાન કોના માટે સંજીવની બુટ્ટી લઈને આવ્યા હતા. જવાબના વિકલ્પ હતા - સુગ્રીવ, લક્ષ્મણ, સીતા કે રામ.
આ સવાલનો જવાબ સોનાક્ષીને ખબર ન હતી એટલે તેમણે ઍક્સપર્ટની લાઇફલાઇનનો ઉપયોગ કર્યો અને તેનો સાચો જવાબ લક્ષ્મણ જણાવ્યો.
ટ્વિટર પર થયાં ટ્રૉલ
એપિસોડ પૂરો થતાં જ સોનાક્ષી સિન્હાની લોકો ટ્વિટર પર મજાક ઉડાવવા લાગ્યા.
કેટલાક લોકોએ તેમનો બચાવ પણ કર્યો. પરંતુ આ દરમિયાન ભારતમાં સોશિયલ મીડિયા પર #SonakshiSinha હૅશટૅગ ટ્રૅન્ડ થવા લાગ્યો.
નિકુંજ નામના યૂઝરે લખ્યું છે, "સોનાક્ષી સિન્હાનાં પિતા શત્રુઘ્ન સિન્હાના ત્રણ ભાઈ છે - રામ, ભરત અને લક્ષ્મણ. સોનાક્ષીનાં ભાઈઓના નામ લવ અને કુશ છે. તેમનાં ઘરનું નામ રામાયણ છે અને તે છતાં તેમણે આ સવાલના જવાબ માટે લાઇફલાઇનનો ઉપયોગ કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક યૂઝર મનીષ ચૌહાણ લખે છે, "ખૂબ જ શરમજનક બાબત છે. કોઈ આટલું બુદ્ધુ કેવી રીતે હોઈ શકે છે?"
આ તરફ પેવેન્દ્ર પાઈ નામના હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે, "મુસ્લિમ હોવા છતાં આ સવાલનો જવાબ હું આપી શકું છું. પરંતુ આ સવાલના જવાબ માટે સોનાક્ષીએ લાઇફલાઇનનો ઉપયોગ કરી લીધો."
આ અંગે કેટલાક મીમ્સ પણ શૅર કરવામાં આવી રહ્યા છે. અભિનેત્રી આલિયા ભટ્ટની પણ 'કૉફી વિથ કરણ' શોમાં કેટલાક સહેલા સવાલોના જવાબ ન આપી શક્યાં ન હોવાના કારણે અત્યાર સુધી મજાક ઉડાવાઈ રહી છે.
તેના પર જ એક યૂઝરે ટ્વીટ કર્યું છે :
આ સાથે ઘણા લોકો સોનાક્ષીનો બચાવ પણ કરી રહ્યા છે.
સુમિત કુમાર સક્સેના નામના યૂઝરે લખ્યું છે - 'નાદાન છે, ભૂલ થઈ ગઈ.'
તો સુમેધ પોહારે લખે છે - 'કોઈ વાંધો નહીં. ભૂલ મનુષ્યોથી જ થાય છે.'
તો પુલકિત નામના એક યૂઝરે લખ્યું છે, "એમાં કોઈ વાંધો નથી કે તમે જવાબ ન આપી શક્યાં. મારા પિતા ટૅક્સેશન એડવાઇઝર છે તે છતાં હું ટૅક્સની પરીક્ષામાં ફેલ થયો હતો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો