આદિત્ય ગઢવીના સ્વરે હેમુ ગઢવીની સંગીતમય કહાણી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના લોકસંગીતને લોકોના હૈયા સુધી પહોંચાડ્યું તેવા હેમુ ગઢવી વિશે આદિત્ય ગઢવીના કંઠે જાણો.
હેમુ ગઢવીની જીવનયાત્રા કરતાં સ્મૃતિયાત્રા વધુ લાંબી છે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢાંકણિયા ગામમાં 4 સપ્ટેમ્બર, 1929ના રોજ હેમુ ગઢવીનો જન્મ થયો હતો.
તેઓ લોકસંગીત અને ભજનોના શોખના કારણે 14 વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને 12 રૂપિયાના પગારે નોકરીએ જોડાયા હતા.
તેમાં તેઓ નાટકો અને ભવાઈના પાત્રો ભજવતાં હતાં. તેમણે 'રાણક દેવી' નાટકમાં સ્ત્રી પાત્ર પણ ભજવ્યું હતું. જેનાથી ખુશ થઈને રાણક દેવી ફિલ્મના નિર્માતાએ મુંબઈથી આવીને હેમુ ગઢવીનું સન્માન કર્યું હતું.
તેમણે ચારણી સાહિત્યનો અભ્યાસ કરીને લોકગીતોનો નાટકોમાં ઉપયોગ કર્યો.
વર્ષ 1955 સુધી તેમણે વાંકાનેર અને રાજકોટની નાટક કંપનીમાં કામ કર્યું.
1955માં તેઓ આકાશવાણી રાજકોટમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા.
આ સમયે તેમણે ઝવેરચંદ મેઘાણી અને દુલાભાયા કાગનાં ગીતોને ગુજરાતનાં ઘર-ઘર સુધી પહોંચાડ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
29 ઑગસ્ટ 1965ના દિવસે પડધરીમાં આકાશવાણી માટે રાસડાઓનું રેકર્ડિંગ કરતી વખતે તેમને ચક્કર આવ્યા અને હેમરેજ થવાથી 36 વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા.
હેમુ ગઢવીએ આકાશવાણીના માધ્યમથી વહેતાં કરેલાં ગીતો હજી પણ લોકહૈયે છે.
આમ હેમુ ગઢવીની જીવનયાત્રા કરતાં તેમની સ્મૃતિ યાત્રા વધુ લાંબી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો





















