ONGC : પ્લાન્ટમાં લાગેલી આગને બે કલાકમાં નિયંત્રણમાં લેવાઈ

પ્રકાશિત

નવી મુંબઈમાં આવેલા ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશનના પ્લાન્ટમાં સવારે આગ ફાટી નીકળી હતી. સમાચાર એજન્સી એએનાઈ પ્રમાણે હવે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે.

ઓએનજીસીના કહેવા મુજબ ઑઇલ પ્રોસેસિંગ પર આ આગથી કોઈ અસર થઈ નથી તેમજ ગૅસ ગુજરાતના સુરત સ્થિત હઝિરા પ્લાન્ટમાં ડાયવર્ટ કરી દેવાયો હતો.

સામચાર એજન્સી પીટીઆઈ લખે છે કે પોલીસના કહેવા મુજબ સવારે સાત વાગ્યે આગ લાગી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને લખ્યું છે કે આ ઘટનામાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયાં અને ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ છે.

ઓએનજીસીએ કરેલા ટ્વીટમાં જણાવ્યું છે, "વહેલી સવારે લાગેલી આગ પર ફાયર ફાઇટર્સે બે કલાકની મહેનત બાદ કાબૂ મેળવી લીધો છે. ઓએનજીસીની મુશ્કેલીની સ્થિતી માટેની સજ્જતાના કારણે આટલી ભીષણ આગ પર ઝડપથી કાબૂ મેળવવામાં સફળતા મળી છે."

ઘાયલ લોકોને નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

તેમણે કહ્યું કે હજુ આગનું કારણ જાણવા મળ્યું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો