લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014નું FLASHBACK

ભાજપના કાર્યકર્તાની તસવીર
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર એકસાથે મતદાન ચાલી રહ્યું છે.

રવિવાર સાંજથી ગુજરાતમાં 48 કલાકનો સાઇલન્સ પિરિયડ અમલમાં છે.

તા. 23મી મેના દિવસે પરિણામ જાહેર થશે. તા. 27મી મેના દિવસે ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થશે.

ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી તમામ 26 બેઠક જીતી હતી, જે કોઈ પણ રાજકીય પક્ષનું રાજ્યમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

એક નજર ગુજરાતની લોકસભા ચૂંટણી કાર્યક્રમ અને તેના ઇતિહાસ ઉપર.

લાઇન

આ વિશે વધુ વાંચો

લાઇન
ગુજરાતમાં કુલ 26 બેઠક . .  .

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે, જેમાં 20 બેઠકો બિનઅનામત છે, ચાર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ તથા બે બેઠકો શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે, જેથી તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળી રહે.

નવસારી, અમરેલી, પોરબંદર, આણંદ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ ઇસ્ટ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત અને નવસારી બિનઅનામત બેઠક છે.

જ્યારે દાહોદ, બારડોલી, વલસાડ અને છોટાઉદેપુર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ (ST) માટે અનામત રાખવામાં આવી છે.

અમદાવાદ વેસ્ટ અને કચ્છ બેઠક શિડ્યુલ્ડ કાસ્ટ (SC) માટે અનામત રાખવામાં આવી છે.

ગુજરાતમાં 51709 મતદાન મથકો ઉપર 4.47 કરોડ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે.

લાઇન
લાઇન

મતાધિકારનો પ્રયોગ

પ્રિયંકા ગાંધીની તસવીર

મતદાનનો પ્રયોગ કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા રંગીન ફોટો આઈડી કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે.

જેના વિકલ્પરૂપે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કર્મચારી તરીકેનાં ઓળખપત્ર, બૅન્ક કે પોસ્ટઑફિસની ફોટોગ્રાફવાળી પાસબુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલાં સ્માર્ટકાર્ડ, મનરેગા જોબકાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં હેલ્થ ઇન્સ્યૉરન્સ સ્માર્ટકાર્ડ, તથા તસવીર સાથેના પેન્શન કાગળની મદદથી વોટિંગ કરી શકાશે.

line

દેશનો પૂર્વાયોજિત ચૂંટણી કાર્યક્રમ

લાઇન
લાઇન

ક્યા રાજ્યમાં ક્યારે યોજાશે મતદાન?

line

ગુજરાતમાં ચૂંટણીનો ઇતિહાસ

મરાઠી યુવતીની તસવીર
ઇમેજ કૅપ્શન, 1962માં 22 બેઠકો હતી

વર્ષ 1960માં બોમ્બે રાજ્યમાંથી ભાષાના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થાપના થઈ હતી.

1962માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી, ત્યારે 22 લોકસભા બેઠકો હતી.

ત્યારબાદ 1967માં આ બેઠકની સંખ્યા વધીને 24 થઈ. પુનર્ગઠનના આધારે આ સંખ્યા 1977માં 26 ઉપર પહોંચી ગઈ.

ત્યારથી 16મી લોકસભા ચૂંટણી સુધી ગુજરાત 26 સાંસદોને લોકસભામાં મોકલે છે અને આ વખતે પણ 26 બેઠકો ઉપર મતદાન યોજાશે.

line

ફ્લૅશબૅક 2014

VVPATની તસવીર
ઇમેજ કૅપ્શન, 16મી લોકસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગરમાં પ્રથમ વખત VVPATનો ઉપયોગ થયો

16મી લોકસભા વખતે તા. 5મી માર્ચના ચૂંટણી જાહેર થઈ હતી અને એ સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો હતો.

તા. 30મી એપ્રિલ 2014ના દિવસે (સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી) ચૂંટણી યોજાઈ હતી અને 16મી મે, 2014ના દિવસે ચૂંટણી પરિણામ જાહેર થયાં હતાં.

વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવાર અને ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા.

તેમણે તા. 26મી મે 2014ના દિવસે વડા પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો.

ગુજરાતમાં ગાંધીનગરની બેઠક ઉપર પ્રથમ વખત VVPAT (વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ)નો ઉપયોગ થયો હતો તે સમયે 170 મશીનનો ઉપયોગ થયો હતો.

લોકસભા ચૂંટણી જંગમાં કુલ 334 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું, મતલબ કે સરેરાશ દરેક બેઠક ઉપર 13 ઉમેદવાર હતા.

સૌથી ઓછા ઉમેદવાર છોટાઉદેપુર બેઠક પર હતા, જ્યાં માત્ર ચાર ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, સૌથી વધુ ઉમેદવાર જામનગરની બેઠક ઉપર હતા, અહીં 25 ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું.

line

આંકડાઓ 2014ની ચૂંટણી

બાળકો દ્વારા મતદાર જાગૃતિનો કાર્યક્રમ
ઇમેજ કૅપ્શન, મતદાન પ્રક્રિયા ભજવી રહેલાં બાળકોની પ્રતીકાત્મક તસવીર

ગત વખતે કુલ 40578577 (21210291 પુરુષ, 19368001 મહિલા તથા અન્ય 285) મતદાતા હતા. આ સિવાય ચૂંટણી ફરજ બજાવતા મતદાતા 24527 (18798 પુરુષ તથા મહિલા 5729) હતા.

27368 સ્થળોએ 45383 પોલિંગ સ્ટેશન ઉપર મતદાન યોજાયું હતું. સરેરાશ એક પોલિંગ સ્ટેશન ઉપર 894 મતદાતા હતા.

અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર સૌથી ઓછા 1471 પોલિંગ સ્ટેશન હતાં, જ્યારે સાબરકાંઠાની બેઠક ઉપર સૌથી વધુ 2147 પોલિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યાં હતાં.

ગત વખતે ગુજરાતમાં સરેરાશ 63.66 ટકા મતદાન થયું હતું, જેમાં પોસ્ટલ બૅલેટથી થયેલા (0.36 ટકા) મતદાનનો પણ સમાવેશ થાય છે.

પુરુષોમાં મતદાનની ટકાવારી 66.9 અને મહિલાઓમાં મતદાનની ટકાવારી 59.44 રહી હતી.

line

કઈ બેઠક ઉપર કોણ ઉમેદવાર

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો