You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાળા જાદુનો વહેમ રાખી વૃદ્ધ મહિલા સાથે મારપીટ, શું છે આખો મામલો?
કાલમી શેલુકર નામનાં 77 વર્ષીય વૃદ્દા પર કાળો જાદુ કરતાં હોવાનો આરોપ મૂકીને ગામલોકોએ કથિતપણે હુમલો કર્યો હતો.
30 ડિસેમ્બરે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના મલઘાટ તાલુકાના અંતરિયાળ એવા રેહત્યાખેડામાં આ કથિત બનાવ બન્યો હતો.
ગંભીર ઘટના હોવા છતાં પણ પોલીસે ગુનો દાખલ કરવા માટે બે સપ્તાહ જેટલો લાંબો સમય લગાવ્યો હતો.
આખરે પોલીસે 18 જાન્યુઆરીએ પાંચ આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે.
પોલીસ કાર્યવાહીમાં થયેલો વિલંબ ગંભીર સવાલ ઊભો કરે છે.
ફરિયાદી પીડિતા કાલમી શેલુકર હાલ ઘરે જ સારવાર હેઠળ છે.
તેઓ એટલા આઘાતમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે કે તેમનાથી કશું બોલી પણ નથી શકાતું.
જુઓ, આ સમગ્ર બનાવ અંગે બીબીસી ગુજરાતીનો ખાસ રિપોર્ટ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન