ઇલોન મસ્ક કેવી રીતે બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયનેર?

ઇલોન મસ્ક કેવી રીતે બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયનેર?
પ્રકાશિત

બ્લૂમબર્ગ રિચ લિસ્ટ અનુસાર ઇલોન મસ્કની કુલ નેટવર્થ લગભગ 1.11 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે

આ જંગી વધારો તેમની સ્પેસઍક્સ કંપનીના શૅરમાં આવેલા ભારે ઉછાળાને કારણે થયો છે.

સ્પેસઍક્સ- જે રૉકેટ, ટેલિકૉમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં કાર્યરત છે. તેનું નાસડેક પર લિસ્ટિંગ થયું અને કંપનીનું મૂલ્યાંકન લગભગ 2.2 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું હતું.

આઇપીઓ દરમિયાન શૅરની કિંમત 135 ડૉલર નક્કી કરવામાં આવી હતી. પરંતુ ટ્રેડિંગ શરૂ થતા જ તે 150 ડૉલર સુધી પહોંચી હતી. અને થોડા સમયમાં 176.50 ડૉલર સુધી ગઈ હતી.

રિપોર્ટ મુજબ સ્પેસઍક્સના શૅર 161 ડૉલર પર બંધ થયા. આ આઇપીઓ દ્વારા 75 અબજ ડૉલરનું ફંડ એકત્ર થયાના અહેવાલો સામે આવ્યા છે.

ઇલોન મસ્કની સ્પેસઍક્સમાં 42%ની ભાગીદારી છે, જેના કારણે તેમની સંપત્તિમાં મોટો વધારો થયો છે.

આ સાથે તેઓ ટેસ્લા કંપનીના પણ મોટા શૅરહોલ્ડર છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન