કાળા જાદુનો વહેમ રાખી વૃદ્ધ મહિલા સાથે મારપીટ, શું છે આખો મામલો?

વીડિયો કૅપ્શન, વૃદ્ધ મહિલા સાથે કાળા જાદુનો વહેમ રાખી મારપીટ, શું છે આખો મામલો?
કાળા જાદુનો વહેમ રાખી વૃદ્ધ મહિલા સાથે મારપીટ, શું છે આખો મામલો?
પ્રકાશિત

કાલમી શેલુકર નામનાં 77 વર્ષીય વૃદ્દા પર કાળો જાદુ કરતાં હોવાનો આરોપ મૂકીને ગામલોકોએ કથિતપણે હુમલો કર્યો હતો.

30 ડિસેમ્બરે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના મલઘાટ તાલુકાના અંતરિયાળ એવા રેહત્યાખેડામાં આ કથિત બનાવ બન્યો હતો.

ગંભીર ઘટના હોવા છતાં પણ પોલીસે ગુનો દાખલ કરવા માટે બે સપ્તાહ જેટલો લાંબો સમય લગાવ્યો હતો.

આખરે પોલીસે 18 જાન્યુઆરીએ પાંચ આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે.

પોલીસ કાર્યવાહીમાં થયેલો વિલંબ ગંભીર સવાલ ઊભો કરે છે.

ફરિયાદી પીડિતા કાલમી શેલુકર હાલ ઘરે જ સારવાર હેઠળ છે.

તેઓ એટલા આઘાતમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે કે તેમનાથી કશું બોલી પણ નથી શકાતું.

જુઓ, આ સમગ્ર બનાવ અંગે બીબીસી ગુજરાતીનો ખાસ રિપોર્ટ.

બીબીસી ગુજરાતી, કથિત કાળો જાદુ, પીડિતા, મહિલા, ગુનો, પોલીસ, મારઝૂડ, મારપીટ
ઇમેજ કૅપ્શન, કાળા જાદુનો વહેમ રાખી 77 વર્ષીય કાલમી શેલુકર સાથે કથિતપણે તેમના ગામલોકોએ મારઝૂડ કરી હતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.