You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Contraceptive: પુરુષો તેમના માટેના નવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા તૈયાર છે?
યુકેમાં ડિસેમ્બર 2023માં 16 લોકોએ એક એવી હૉર્મોનરહિત ગોળીનો ઉપયોગ શરૂ કર્યો જે એક અનોખો પ્રયોગ હતો.
પુરુષો માટે બનાવાઈ રહેલી ગર્ભનિરોધક પિલની ટ્રાયલ દરમિયાન પહેલી વાર આ ગોળીનો પ્રયોગ મનુષ્યો પર કરાયો હતો.
જૂન 2024માં આ પિલના પ્રયોગનું પહેલો તબક્કો સફળતાપૂર્વક પૂરો થયો હતો. તેના પર સંશોધન હજુ ચાલુ છે. મહિલાઓ માટે હૉર્મોનલ ગર્ભનિરોધક ટેબલેટ્સ 1960થી ઉપલબ્ધ છે. ત્યારથી અત્યાર સુધી મહિલાઓ માટે ગર્ભનિરોધના અન્ય ઘણા ઉપાયો બજારમાં આવી ચૂક્યા છે.
જેમાં, ઇન્જેક્શન અને કૉઇલ પણ સામેલ છે. પુરુષો માટે ગર્ભનિરોધના ફક્ત ત્રણ જ વિકલ્પ રહ્યા છે – કૉન્ડોમ, નસબંધી અથવા બહાર સ્ખલિત થવું. પુરુષો માટે ગર્ભનિરોધક વિકલ્પોને વધારવા દાયકાઓથી સંશોધન થઈ રહ્યું હતું અને હવે નવી શોધનાં પરિણામોથી આ વિષયમાં આશા જાગી છે.
પરંતુ, શું આપણે નવાં ગર્ભનિરોધકોને અપનાવવા તૈયાર છીએ? આ અઠવાડિયે દુનિયા જહાનમાં આપણે આ જ જાણવાનો પ્રયાસ કરીશું. જુઓ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન