મહિલાએ છઠા મહિને ગર્ભપાત કરાવ્યો અને ભ્રૂણ જીવિત જન્મ્યું, આવું કેમ થયું?

ગર્ભપાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર
    • લેેખક, સુશીલાસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

એક દંપતી માટે ઘરમાં બાળક થવાનું હોવાના સમાચારો આનંદદાયક હોય છે.

પણ કોઈ કારણસર જો મહિલાને ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિને જ ગર્ભપાત કરાવવો પડે અને ભ્રૂણ જીવતું પેદા થાય તો?

આ સવાલને વાંચીને તમને પણ અજુગતું લાગશે, પણ આ કોઈ કહાણી નહીં એક સત્ય ઘટના છે.

અખબારોમાં છપાયેલા સમાચારો મુજબ, મુંબઈમાં ગયા બે-ત્રણ મહિનામાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રૅગનન્સી (એમટીપી)નાં ત્રણ કેસમાં મહિલાઓએ જીવતાં ભ્રૂણને જન્મ આપ્યો છે.

ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રૅગનન્સી (સુધારો) ઍક્ટ 2021 આવ્યો હતો. જેમાં ગર્ભપાત કરાવવાના માન્ય સમયને કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં 20 અઠવાડિયાંથી વધારીને 24 અઠવાડિયાં કરી દેવાયાં હતાં.

ભારત એ ગણતરીના દેશોમાંથી એક છે, જેણે વર્ષ 1971માં જ ગર્ભપાતને ગેરકાયદે ગણાવ્યું હતું. અને 20 અઠવાડિયાં સુધી એક મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી અપાઈ હતી.

જોકે, સંશોધન કરાયા બાદ તેનો વિસ્તાર વધારાયો અને તેમાં અનેક જોગવાઈઓ જોડાઈ કે કઈ પરિસ્થિતિઓમાં એક મહિલા ગર્ભપાત કરાવી શકે છે.

ગર્ભપાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

તેને ત્રણ ચરણોમાં વિભાજિત કરાઈ છે.

પહેલું ચરણ 0-20 અઠવાડિયાં

જેના માટે યોગ્ય કારણ, જેમ કે મહિલા માતા બનવા માટે તૈયાર ન હોવી અથવા ગર્ભનિરોધક નિષ્ફળ જવું.

બીજું ચરણ 20થી 24 અઠવાડિયાં

માતા અને બાળકનાં સ્વાસ્થ્ય પર અસર.

જેમાં ડૉક્ટરની પરવાનગીને અનિવાર્ય બનાવાઈ.

ત્રીજું ચરણ

મહિલા જાતીય સતામણીનો શિકાર થઈ હોય.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના લગ્નસંબંધો તૂટી ગયા હોય અથવા તો વિધવા થઈ ગઈ હોય.

મહિલા જો શારીરિક રીતે વિક્ષિપ્ત થઈ ગઈ હોય.

ગર્ભમાં ઊછરી રહેલા ભ્રૂણમાં વિકૃતિ હોય, જેના જીવતાં રહેવાની આશંકા હોય

પ્રૅગનન્સીને કારણે માતાનો જીવ ખતરામાં હોય.

આ પરિસ્થિતિઓમાં મહિલાને એમટીપી ઍક્ટ અંતર્ગત ગર્ભપાત કરાવવાની મંજૂરી અપાઈ છે.

બીબીસી ગુજરાતી

જીવિત ભ્રૂણનો મામલો શું છે?

ગર્ભપાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

મુંબઈમાં તાજેતરમાં જ એક કેસ સામે આવ્યો છે. જેમાં 27 અઠવાડિયાં બાદ થયેલાં ગર્ભપાતના કેસમાં ભ્રૂણ જીવતું પેદા થઈ ગયું.

આ કેસમાં બૉમ્બે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે કટોકટીની સ્થિતિમાં થયેલાં ગર્ભપાતથી જીવતું ભ્રૂણ પેદા થયું છે. તેથી તેને પાર્લેના કેઈએમ હૉસ્પિટલથી બહાર ન લઈ જવામાં આવે.

આ કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશે કહ્યું હતું, "મેડિકલ સલાહ વગર આ નવજાતને હૉસ્પિટલમાંથી બહાર ન લઈ જવામાં આવે."

બીબીસી ગુજરાતી

શું થયું હતું?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વાસ્તવમાં દાદરા અને નગર હવેલીના એક દંપતીએ ગર્ભપાત કરાવવાની પરવાનગીને મામલે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં.

આ મહિલાને માર્ચ મહિનામાં જ ખબર પડી હતી કે તે ગર્ભવતી છે.

જુલાઈ મહિનામાં તેને ખૂબ ખાંસી આવવા લાગી. અને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. ત્યાર બાદ તેને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાઈ.

તપાસ બાદ એ ધ્યાને આવ્યું કે આ મહિલાના હૃદયમાં 20 મિલીમીટરનું છિદ્ર છે.

ડૉક્ટરોએ તેમને ગર્ભપાત કરાવવાની અને કાર્ડિયોલૉજિસ્ટની સલાહ લેવાનું કહ્યું.

સમાચારો અનુસાર ત્યાર બાદ દંપતી મુંબઈના પાર્લેમાં આવેલી કેઈએમ હૉસ્પિટલમાં ગયું.

કેઈએમ હૉસ્પિટલના મેડિકલ બોર્ડ કહ્યું કે આ ખતરનાક હોઈ શકે છે. એમટીપી કરાવવાની સલાહ આપી અને તેના માટે દર્દી અને સંબંધીઓની પરવાનગી લેવાનું કહેવાયું.

આ કેસ અંગે હાઈકોર્ટે એમટીપીની પ્રક્રિયા થતાં પહેલાં દંપતીની પરવાનગી લેવાનું કહ્યું અને બાદમાં ગર્ભાવસ્થાનું 27મું અઠવાડિયું ચાલતું હતું ત્યારે ગર્ભપાત કરવાની પરવાનગી આપી.

બીબીસીએ આ અંગે કેઈએમ હૉસ્પિટલ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈ જવાબ ન મળ્યો.

છપાયેલા સમાચારો અનુસાર આ કેસમાં કેઈએમ હૉસ્પિટલે બૉમ્બે હાઈકોર્ટ સમક્ષ વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો. જેમાં આ મહિલાની મેડિકલ સ્થિતિ પર જાણકારી અપાઈ. તો કોર્ટે કાર્ડિયોલૉજિસ્ટની સલાહ પણ જાણી. અને તેમાં એ પણ કહેવાયું કે બાળક જીવતું પેદા થશે.

બીબીસી ગુજરાતી

'ભ્રૂણ જીવતું પેદા નહોતું થવું જોઈતું'

ગર્ભપાત
ઇમેજ કૅપ્શન, ડૉ. નિખિલ ડી દાતાર

મુંબઈમાં સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉક્ટર નિખિલ ડી દાતાર કહે છે કે આ કોઈ નવો કેસ નથી. અને ગર્ભપાત દરમિયાન જીવિત ભ્રૂણ થવાના કેસ આ પહેલાં પણ સામે આવતા રહ્યા છે.

તેઓ કહે છે ''ભ્રૂણ જીવતું પેદા જ નહોતું થવું જોઈતું. કારણ કે ગવર્મેન્ટ રિઝોલ્યુશન (જીઆર)માં જણાવાયું છે કે જો ગર્ભવતી મહિલાને ત્રીજા ચરણમાં ગર્ભપાત થાય તો શું પ્રક્રિયા થવી જોઈએ. અને તે અંગે ડૉક્ટર, વકીલ અને સરકારે જાગૃત હોવું જોઈતું હતું.''

તેઓ ઉમેરે છે કે એમટીપી ઍક્ટ 2021માં કેટલાંક પરિવર્તનો માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરેલી છે.

તેમના મુજબ ''24 અઠવાડિયાં બાદ જ્યારે પણ ગર્ભપાત થાય ત્યારે ભ્રૂણ જીવતું જ પેદા થશે. પણ આવી સ્થિતિમાં જ્યારે પણ એમટીપી થાય છે તો આખા વિશ્વમાં જોગવાઈ છે અને જીઆરમાં પણ લખ્યું છે કે ભ્રૂણના હૃદયમાં ઇન્જેક્શન આપીને ધબકારાને રોકવામાં આવે.''

તો જીઆરમાં સ્થાયી મેડિકલ બોર્ડની વાત પણ કહેવાઈ છે.

વાસ્તવમાં વર્ષ 2017માં એક સગીરાના બળાત્કાર અંગે સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર તરફથી રાજ્યોમાં સ્થાયી મેડિકલ બોર્ડની રચના કરવાની વાત કરી હતી.

જેમાં કહેવાયું હતું કે જો કોઈ સગીરા અથવા મહિલાનો ગર્ભપાતનો કેસ ત્રીજા ચરણમાં આવે તો બોર્ડ આ પ્રકારના કેસમાં પોતાનો પક્ષ મૂકે. મહિલાનું સ્વાસ્થ્ય, ભ્રૂણની સ્થિતિ અને તેમનાં સ્વાસ્થ્ય અંગે જાણકારી આપે.

ત્યાર બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વિશેષજ્ઞોના સમૂહો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ સરકારી ઠરાવ (જીઆર) તૈયાર કર્યો હતો.

આ બૉર્ડમાં સ્ત્રીરોગ, પીડિયાટ્રિક, રેડિયોલૉજી, કાર્ડિયોલૉજી, ન્યૂરોલૉજી, મનોચિકિત્સક, હૉસ્પિટલના પ્રતિનિધિ અને ફિટલ મેડિસિનના વિશેષજ્ઞોનું હોવું અનિવાર્ય હતું.

બીબીસી ગુજરાતી

જીઆર શું કહે છે?

ગર્ભપાત

ઇમેજ સ્રોત, ANUBHA RASTOGI

ઇમેજ કૅપ્શન, અનુભા રસ્તોગી, વકીલ

ગર્ભપાત કરાવવાની પદ્ધતિ અંગે પણ કહેવાયું છે કે ગર્ભપાત સર્જરી અથવા મેડિકલ પદ્ધતિથી થવો જોઈએ.

ડૉક્ટર નિખિલ દાતાર કહે છે ''જ્યારે યુવતી કે મહિલા ગર્ભ ધારણના ત્રીજા ચરણમાં હોય છે અને ગર્ભપાતનો કેસ સામે આવે તો જીઆરમાં સ્ત્રી રોગ વિશેષજ્ઞ દ્વારા એક ઇન્જેક્શન ભ્રૂણના હૃદયમાં આપવાની વાત કહેવાઈ છે.''

ત્યાર બાદ સોનોગ્રાફી દ્વારા જોઈને ભ્રૂણના હૃદયના ધબકારા રોકાયા છે કે નહીં તે જોઈને ગર્ભપાત કરાય છે.

ડૉક્ટર નિખિલ દાતાર કહે છે કે આ બધી જ વાત જીઆરમાં આપેલી છે. પણ તેના પર અમલ નથી થઈ રહ્યો.

વકીલ અનુભા રસ્તોગી મહિલાઓનાં ગર્ભપાત કરાવવાના અધિકારો માટે કામ કરે છે.

તે કહે છે ''આ એક કાયદાકીય નહીં પણ મેડિકલ મુદ્દો છે. અને ગર્ભવતી મહિલાનાં ત્રણ ચરણમાં જ્યારે ગર્ભપાતના આવા કેસ સામે આવે છે તો ડૉક્ટરોને ભ્રૂણને ઇન્જેક્શન આપવાની પ્રક્રિયાનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આવા કેસ સામે ન આવે.''

તેમના મુજબ આવા કેસોમાં માત્ર મહિલા અને ડૉક્ટર વચ્ચે જ વાતચીત થવી જોઈએ અને કોર્ટ સુધી આવા કેસ પહોંચવા જ ન જોઈએ.

માનવાધિકાર અને એમટીપી ઍક્ટ પર કામ કરતાં વકીલ અદિતિ સક્સેના કહે છે કે આરોગ્ય મંત્રાલયના કાઉન્સેલિંગ નોટ અંગે મેડિકલ બૉર્ડને જાગૃત કરવું ખૂબ જરૂરી છે કે જેનાથી આવા કેસ સામે ન આવે. તો એ પણ જોવું જોઈએ કે આવા કેસ માટે બધાં જ રાજ્યોમાં મેડિકલ બોર્ડ છે કે નહીં.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી