You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ વિમાન દુર્ઘટના : 'ક્યારેક મને લાગે છે કે તે અચાનક ક્યાંકથી પાછી આવશે'
12 જૂન 2025ના રોજ, અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ટેક-ઑફ પછી થોડી જ સેકન્ડમાં ક્રૅશ થઈ ગઈ હતી.
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 અને જ્યાં વિમાન પડ્યું તે સ્થળે 19 લોકોનાં મોત થયાં હતાં.
મૃતકોમાં 22 વર્ષનાં કૅબિન ક્રૂ મેમ્બર મૈથિલી પાટિલ પણ હતાં, જે નવી મુંબઈના ઉરન તાલુકાના નહવા ગામનાં રહેવાસી હતાં.
મૈથિલી, જેમણે પોતાના પરિવારની આર્થિક જવાબદારી પોતાના હાથમાં લીધી હતી અને પોતાનાં ભાઈ-બહેનોનાં ભણતરની સપનાં જોયાં હતાં, તે આ દુનિયા છોડીને ચાલ્યાં ગયાં. પરંતુ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ અને તેના માટે જવાબદાર કોણ છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મૈથિલીનો પરિવાર હજુ પણ આ જવાબોની રાહ જોઈ રહ્યો છે.
રિપોર્ટ: અલ્પેશ કરકરે, કૅમેરા: શાહિદ શેખ, ઍડિટ: અરવિંદ પારેકર
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન