You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કઈ તારીખથી વરસાદની શક્યતા, કયા વિસ્તારોમાં થશે ભારે વરસાદ?
ગુજરાત રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા લોકોનો ઇંતેજાર દરેક પસાર થતા દિવસની સાથે જાણે વધુ લાંબો ખેંચાતો જઈ રહ્યો છે.
એક તરફ જૂન માસનો તડકો, તેમાં સાથે બફારાને કારણે સર્જાયેલી ઉકળાટની સ્થિતિથી રાજ્યમાં લોકો ગરમીથી રાહત મળે તે માટે રાહ જોઈ રહ્યા છે.
રાજ્યમાં કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ચોમાસા પહેલાંની પ્રીમોન્સૂન ઍક્ટિવિટી જોવા નથી મળી રહી.
હવામાન વિભાગે 11 જૂનના રોજ જાહેર કરેલા પોતાના બુલેટિનમાં ફરી એક વખત રાજ્યમાં વરસાદની આગાહી અને ચોમાસાની સ્થિતિ અંગે અપડેટ જાહેર કરી છે.
ગુજરાતમાં કઈ તારીખથી વરસાદની શક્યતા, કયા વિસ્તારોમાં થશે ભારે વરસાદ? જુઓ આ વીડિયોમાં
વીડિયો: દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન