You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મહુડાના લાડુ' બનાવી અરવલ્લીનાં આદિવાસી મહિલાઓ કેવી કમાણી કરે છે?
અરવલ્લીમાં આ આદિવાસીઓ મહિલાઓ મહુડાના ફૂલમાંથી લાડુ બનાવે છે.
અરવલ્લી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આ મહુડાની વાનગીઓ પોષ્ટિકતા આપવાની સાથે સાથે આદિવાસી મહિલાઓને સારો રોજગાર પણ આપી રહી છે.
ભિલોડા તાલુકાના શામળાજી સહિતના આસપાસના વિસ્તારોમાં સખીમંડળો સાથે મળીને મહિલાઓ પોષ્ટિક વાનગીઓ બનાવે છે.
ગરમીમાં ઊતરતાં આ ફળની વાનગીઓ બનાવવાની રીત પણ સાંભળવા જેવી છે.
જિલ્લા વિકાસ ગ્રામ એજન્સી થકી મહિલાઓને સિઝનલ ચીજવસ્તુઓ બનાવવવાની અને પછી તેને બજારમાં વેચવાની તાલીમ આપવામાં આવે છે.
આ વિસ્તારમાં આદું મોટી માત્રામાં થાય છે. સાથે હળદર પણ અહીં દેશી પદ્ધતિથિ મહિલાઓ વાવે છે. તેનો ઉપયોગ સાબુ બનાવવા માટે કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન