ગુજરાત હવામાન : મોરબીમાં જળબંબાકાર જેવી સ્થિતિ, આજે પણ આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

ગુજરાત હવામાન : મોરબીમાં જળબંબાકાર જેવી સ્થિતિ, આજે પણ આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Sachin Pithva

ઇમેજ કૅપ્શન, ધ્રાંગધ્રા આંબેડકરનગર પાસે રેલવે ગરનાળામાં એકાએક પાણી આવી જતા સ્થાનિકોએ દોરડાની મદદથી પચાસ લોકોને બચાવ્યા
    • લેેખક, બીબીસી ગુજરાતી
    • દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ગઈ કાલે હવામાન વિભાગે આપેલી રેડ એલર્ટની આગાહીની સૌથી વધુ અસર સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં દેખાઈ હતી.

સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તે સિવાય સુરત, તાપી, ખેડા, નવસારી અને ભરૂચ જિલ્લાનાં છૂટાછવાયાં સ્થળોએ અસાધારણ ભારે વરસાદ નોંધાયો હતો.

ગુજરાત વિસ્તારના ખેડા, આણંદ, તાપી, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ અને વલસાડ જિલ્લાનાં છૂટાછવાયાં સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાયો હતો.

ગુજરાત વિસ્તારના અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, આણંદ, સાબરકાંઠા, ખેડા, વડોદરા, ડાંગ, સુરત, ભરૂચ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી અને સુરેન્દ્રનગર જિલ્લાનાં કેટલાંક સ્થળોએ અતિ ભારે વરસાદ નોંધાયો હતો.

હાલની પરિસ્થિતિએ વધારે વરસાદને કારણે સુરેન્દ્રનગરમાં પરિસ્થતિ કફોળી બની છે, બીબીસી સહયોગી સચીન પીઠવાના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગરના પાંચ જેટલાં ગામ સંપર્ક વિહોણાં બન્યાં હતાં.

બીજી તરફ, તંત્ર દ્વારા મોરબી હળવદમાં ભારે વરસાદને કારણે જુદાં-જુદાં ગામોમાં ફસાયેલા 17 લોકોનું રેસ્ક્યૂ કરાયા હોવાના અહેવાલ છે.

આ વચ્ચે હવામાન વિભાગે આજથી રેડ ઍલર્ટ તો હટાવ્યું છે પણ આજે પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

મોરબીમાં છેલ્લા 24 કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ

ગુજરાત હવામાન : મોરબીમાં જળબંબાકાર જેવી સ્થિતિ, આજે પણ આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Sachin Pithva

સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ મુજબ સમગ્ર રાજ્યમાં મોરબીમાં સૌથી વધુ 8.78 ઇંચ વરસાદ નોંધાયો છે.

ત્યાર બાદ મોરબી જિલ્લાનો ટંકારા તાલુકો છે, જ્યાં 7.64 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્રીજા નંબરે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. મોરબીના હળવદમાં 6.42 ઇંચ, માળિયામાં 4.8 ઇંચ અને વાંકાનેરમાં 4.53 ઇંચ વરસાદ પડ્યો છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં 6.18 ઇંચ અને લખતરમાં 4.49 ઇંચ વરસાદ નોંધાયો છે.

ખેડા અને નવસારીમાં ત્રણ ઇંચ અને બનાસકાંઠા અને રાજકોટમાં અઢી ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે, જેમાં તિલકવાડામાં 6.02 ઇંચ તેમજ નાંદોદ અને ગરુડેશ્વરમાં 4.88 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સિવાય વલસાડના નાનાપોંઢામાં 4.57 ઇંચ અને કાપ્રાડામાં 4.41 ઇંચ, સુરતના ઉમરપાડામાં 4.37 ઇંચ તથા ભરૂચ તાલુકામાં 4.21 ઇંચ વરસાદ નોંધાયો છે. અને રાત્રિના સમયગાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ધીમું પડી ગયું હતું.

સુરેન્દ્રનગરનાં પાંચ ગામ સંપર્ક વિહોણા થયાં

ગુજરાત હવામાન : મોરબીમાં જળબંબાકાર જેવી સ્થિતિ, આજે પણ આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

ઇમેજ સ્રોત, sachin pithva

ઇમેજ કૅપ્શન, મુળી તાલુકાનાં દાઝોળીયા ગામે વરસાદી પાણી ન ઓસરતા જીવના જોખમે પ્રસુતાની પીડા ઉપડતા મહિલાને ઝોળીમાં નાખી હોસ્પિટલમાં પોહોચાડવા આવ્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કચ્છથી બીબીસી સહયોગી આશુતોષ અનુસાર, કચ્છમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે.

"રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સહિત ગાંધીધામમાં એક ઇંચ વરસાદ સહિત જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે."

સુરેન્દ્રનગરથી બીબીસી સહયોગી સચીન પીઠવા અનુસાર, અતિભારે વરસાદથી સુરેન્દ્રનગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે.

"ભોગાવો નદી બે કાંઠે થઈ હતી. સુરેન્દ્રનગરનું લીંબડી તાલુકાનુ જસમતપર સંપર્ક વિહોણું જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી મુળ બાવળા સહિત ગામો સંપર્ક વિહોણા થયાં હતાં."

"પાટડી તાલુકાનું ખેરવા ગામ વરસાદથી સંપર્ક વિહોણું બન્યું છે."

"હાલની પરિસ્થિતિએ પણ ખેરવા–પાટડી–સુરેન્દ્રનગરને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ છે, વાહનવ્યવહાર ઠપ છે અને ધ્રાંગધ્રા આંબેડકરનગર પાસે રેલવે ગરનાળામાં એકાએક પાણી આવી જતા સ્થાનિકોએ દોરડાની મદદથી પચાસ લોકોને બચાવ્યા."

મોરબીથી રાજેશ આંબલિયા જણાવે છે, તંત્ર દ્વારા હળવદમાં જુદાં-જુદાં ગામોમાં ફસાયેલા 17 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.

સાબરકાંઠાથી અંકિત ચૌહાણ જણાવે છે, ભારે વરસાદ પછી ઇડરના ઉમેદગઢમાં વાઘા વિસ્તારમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું હતું.

ગુજરાતના આ જિલ્લાઓમાં હજુ પડી શકે છે ભારે વરસાદ

ગુજરાત હવામાન : મોરબીમાં જળબંબાકાર જેવી સ્થિતિ, આજે પણ આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Sachin Pithva

હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લાના છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આવતીકાલની સ્થિતિ ત્રણ ઑગસ્ટે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં કેટલાક સ્થળોએ અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ચાર ઑગસ્ટના દિવસની પરિસ્થતિને લઈને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ તેમજ અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક સ્થળોએ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

પાંચ ઑગસ્ટે હવામાન વિભાગે આગાહી કરી છે કે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાક સ્થળો તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત છ અને સાત ઑગસ્ટના દિવસને લઈને પણ હવામાન વિભાગે આવી જ આગાહી કરી છે.

રાજસ્થાનથી કઈ સિસ્ટમ નબળી પડશે?

ગુજરાત હવામાન : મોરબીમાં જળબંબાકાર જેવી સ્થિતિ, આજે પણ આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Sachin Pithva

રાજસ્થાન અને આસપાસના વિસ્તાર પર સર્જાયેલું વેલ-માર્ક્ડ લો પ્રેશર એરિયા આજે પણ યથાવત છે.

તેની સાથે જોડાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 24 કલાક દરમિયાન તે દક્ષિણ રાજસ્થાન થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને નબળું પડીને લો પ્રેશર એરિયામાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે.

બીજી તરફ, મોન્સૂન ટ્રફ હવે જેસલમેર, બાંદા, દેહરી, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી પસાર થઈ રહી છે.

હિમાચલ પ્રદેશ અને આસપાસના વિસ્તાર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત છે.

દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની દરિયાઈ સપાટી પરની ઑફ-શોર ટ્રફ યથાવત છે.

સામાન્ય રીતે, આ વિસ્તાર પર નીચલા સ્તરે પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન