નિકાહ: ટ્રિપલ તલાક પર બનેલી ફિલ્મ જેને ઇસ્લામવિરોધી ગણવાઈ પણ થિયેટરોમાં તાળીઓ પડી, શું હતું એ ફિલ્મમાં?

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

ઇમેજ સ્રોત, Nikita Deshpande/BBC

    • લેેખક, વંદના
    • પદ, ટીવી એડિટર, બીબીસી ઇન્ડિયા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

"આપ ભી ઔરોં કી તરહ મર્દ હી નિકલે જો ઔરત કો ઔરત નહીં જાયદાદ સમજતે હૈં. લેકિન મૈં કોઈ જાયદાદ નહીં. મેં જીતી જાગતી ઔરત હૂં, કોઈ લાશ નહીં, જો મર્દાના સમાજ અપની મર્જી સે કબ્રેં બદલતા રહે. આપ મુઝે ક્યા છોડેંગે. મૈં હી આપકો છોડ રહી હૂં."

ચાર દાયકા પહેલાં 24 સપ્ટેમ્બર 1982એ રિલીઝ થયેલી અને ટ્રિપલ તલાકના મુદ્દા પર બનેલી ફિલ્મ 'નિકાહ'ના આવા કેટલાય ડાયલૉગ છે જેના પર એ વખતે થિયેટરમાં તાળીઓ પડતી.

"આજે પણ મારા કાનમાં દર્શકોની એ તાળીઓ ગુંજે છે જે તેઓ મારા સંવાદો પર પાડતા હતા. આ ફિલ્મ રિલીઝ થયા પછીની વાત છે. નાસિકની પાસે ધુળેમાં ઘણી મહિલાઓ મને મળવા આવી હતી. એક મહિલાએ જણાવ્યું કે તેમના પ્રોફેસર પતિએ તેમને માત્ર એટલા માટે ત્રણ વાર તલાક બોલીને સંબંધ તોડી નાખ્યો હતો, કેમ કે, તે સમયસર જમવાનું નહોતી આપી શકી. તો બીજીને તેમના શૌહરે ફોન પર તલાક આપી દીધા હતા."

'નિકાહ' ફિલ્મ લખનાર અચલા નાગરે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં આ કિસ્સો જણાવ્યો હતો, જે યાદ રહી ગયો. 'નિકાહ' 1982માં બનેલી ખૂબ જ સફળ ફિલ્મ હતી, જેમાં પાકિસ્તાની મૂળનાં સલમા આગા, રાજ બબ્બર અને દીપક પરાશરે કામ કર્યું હતું. પાકિસ્તાની ગઝલગાયક ગુલામઅલીનાં ચુપકે-ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ, ફઝા ભી હૈ જવાં-જવાં અને સલમા આગાએ ગાયેલા ગીત દિલ કે અરમાં આંસુઓ મેં… ખૂબ મશહૂર થયાં હતાં.

રવિના સંગીતવાળા હસન કમાલના બોલ પણ અદ્‌ભુત હતા – જેમ કે, જ્યારે તેઓ લખે છે કે હર એક પલોં કો ઢૂંઢતા હર એક પલ ચલા ગયા, ત્યારે તમે ગાનારની ઉદાસી અનુભવી શકો છો.

'નિકાહ' નિલોફર નામની એક યુવા છોકરીની કહાની છે, જે વસીમને પ્રેમ કરે છે અને તેની સાથે જ શાદી પણ કરે છે. પરંતુ, વધતા જતા ઝઘડા વચ્ચે પતિ અચાનક ત્રણ વાર તલાક બોલીને નિલોફરથી અલગ થઈ જાય છે…

જાણીતાં લેખિકા અચલા નાગરે જણાવ્યું હતું કે પાકિસ્તાનની ઘણી મહિલાઓએ પણ 'નિકાહ'ની કહાની લખવા માટે એ વખતે તેમનો આભાર માન્યો હતો.

પાકિસ્તાનનાં સબીહા સુમર 'ખામોશ પાની' જેવી પુરસ્કૃત ફિલ્મોનાં ડાયરેક્ટર છે, જેમાં ભારતીય કલાકારોએ કામ કર્યું હતું. સબીહા 'નિકાહ'ને યાદ કરતાં કરાચીથી જણાવે છે, "મને યાદ છે, 80ના દાયકામાં પાકિસ્તાનમાં વીસીઆર પર પાઇરેટેડ બૉલીવુડ ફિલ્મો જોવામાં આવતી હતી."

"ત્યારે મેં સ્કૂલ પૂરી કરી હતી અને કૉલેજમાં ગઈ હતી. સ્ત્રીઓ પર 'નિકાહ'ની ખાસ્સી અસર થઈ હતી. પાકિસ્તાનમાં ઘણી મહિલાઓએ 'નિકાહ' જોઈ હતી; મારા ઘરમાં પણ મારી મા અને બહેને જોઈ. મને લાગે છે કે 'નિકાહ'ની કહાની એવી હતી, જેનાથી ઘણી બધી મિડલ ક્લાસ મુસ્લિમ મહિલાઓ પોતાને આઇડેન્ટિફાય કરી શકતી હતી કે લગ્નસંબંધ હોવા છતાં તેઓ ઘણી વાર કેટલી નબળી સ્થિતિમાં હોય છે. મેં હસન કમાલજી સાથે પણ થોડા દિવસ પહેલાં વાત કરી હતી જેમણે 'નિકાહ'નાં ગીત લખ્યાં હતાં. હસન કમાલનાં ગીતોએ પણ આ ફિલ્મની ઇમોશનલ અપીલમાં મોટો રોલ ભજવ્યો."

ફિલ્મથી ધાર્મિક વિવાદ થયો

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,
બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

ઇમેજ સ્રોત, BR Chopra

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીઆર ચોપડાએ જ્યારે 80ના દાયકામાં ત્રણ તલાકના મુદ્દા પર આ ફિલ્મ બનાવી હતી ત્યારે ધાર્મિક વિવાદ થઈ ગયો હતો.

બીબીસી માટે વરિષ્ઠ ફિલ્મ સમીક્ષક પ્રદીપ સરદાનાને 2019માં આપેલા ઇન્ટરવ્યૂમાં અચલા નાગરે જણાવ્યું હતું, "ફિલ્મ કોઈ ધર્મને ધ્યાનમાં રાખીને બનાવવામાં નહોતી આવી, બલકે તેનો હેતુ એ દર્શાવવાનો હતો કે સ્ત્રીને પણ માણસ સમજવામાં આવે."

"પરંતુ આમ છતાં વિવાદ થઈ જ ગયો. ફિલ્મ રિલીઝ થયાના ચોથા દિવસે જ કોઈએ મુસ્લિમ-બહુલ વિસ્તાર ભીંડીબજારમાં પૉસ્ટર ચોંટાડી દીધાં કે આ ફિલ્મમાં ધર્મવિરોધી વાતો કરવામાં આવી છે. ફતવા બહાર પાડી દેવામાં આવ્યા હતા. ત્યારે વિરોધ કરનારાઓને રાતોરાત બોલાવીને ફિલ્મ બતાવવામાં આવી હતી."

પાંચ વર્ષ પહેલાં, 2017માં જ્યારે સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ઠરાવી દીધા ત્યારે, ત્રણ તલાકનો મુદ્દો ફરીથી સમાચારોનાં મથાળાંમાં આવી ગયો હતો. 2019માં સંસદે બિલ પસાર કરીને આને અપરાધિક ગુનો બનાવી દીધો. આ મુદ્દો લાંબા સમયથી વિવાદિત રહ્યો છે, જેમાં અલગ-અલગ તર્ક અને દલીલો રહ્યાં છે.

ત્રણ તલાકની બાબતમાં કાયદેસર લડત લડનાર સુપ્રીમ કોર્ટનાં વકીલ ફરાહ ફૈઝના મામા ઉમર ખૈય્યામ સહારનપુરીએ બીઆર ચોપડાની ફિલ્મ 'નિકાહ' માટે ધાર્મિક બાબતોના સલાહકાર તરીકે કામ કર્યું હતું.

ઉમર ખૈય્યામ સહારનપુરીનું નામ ફિલ્મના ક્રેડિટ લિસ્ટમાં પણ જોઈ શકાય છે. ફરાહે જાન્યુઆરી 2016માં ત્રણ તલાક વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

ઇમેજ સ્રોત, BR Chopra

બીબીસીને આપેલા અગાઉના એક ઇન્ટરવ્યૂમાં ફરાહે જણાવ્યું હતું, "એ વખતે હું 8 વર્ષની હતી. ત્યારે ફિલ્મ 'નિકાહ' પર લગભગ 20 કેસ થયા હતા. 15-20 દારુલઇફ્તાઓએ આપેલા ફતવા તો મારા મામા પોતે એકઠા કરી લાવ્યા હતા. અમારા ઘરમાં ત્યારથી આ મુદ્દે ચર્ચા થાય છે. હું આજે આ મુદ્દાની વિરોધી છું તો તેનું કારણ એ જ લોકો છે જેમની સાથે મેં મારા મામાને લડતા જોયા."

સલમા આગાનો રાજ કપૂર સાથે સંબંધ

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

ફિલ્મ 'નિકાહ' માટે લેખિકા અચલા નાગરને સર્વશ્રેષ્ઠ ડાયલૉગ માટે ફિલ્મફેર પુરસ્કાર મળ્યો, તો પાકિસ્તાની મૂળનાં સલમા આગાને ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ ગાયિકોનો પુરસ્કાર મળ્યો હતો.

'નિકાહ'ની સફળતા પછી સલમા આગાએ 1982થી લઈને 1990 સુધી ઘણી હિંદી ફિલ્મોમાં કામ કર્યું, જેમ કે, 'કસમ પૈદા કરને વાલે કી', 'સલમા', 'પતિ-પત્ની ઔર તવાયફ', 'ઊંચે લોગ'. પરંતુ તેમને એવી સફળતા ન મળી જે 'નિકાહ'માં તેમણે જોઈ હતી.

ઇન્ટરવ્યૂ દરમિયાન સલમા આગાએ જણાવ્યું કે તેમનો ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે અનોખો સંબંધ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

તેમના અનુસાર, "ફિલ્મોમાં આ અમારી ચોથી પેઢી છે. 30ના દાયકામાં જે સૌથી પહેલી 'હીર-રાંઝા' ફિલ્મ બની હતી, તેમાં મારા નાના જુગલકિશોર મેહરાએ રાંઝા અને નાનીએ હીરનું પાત્ર ભજવ્યું હતું. મારા નાના પૃથ્વીરાજ કપૂરના મામા હતા. પૃથ્વીરાજ કપૂરનાં માતા અને મારા નાના સગાં ભાઈ-બહેન હતાં. મારાં માતાએ મશહૂર ફિલ્મ 'શાહજહાં'માં કામ કર્યું હતું, જેમાં 'જબ દિલ હી તૂટ ગયા તો જી કે ક્યા કરેંગે' જેવું પ્રખ્યાત ગીત હતું. મારી પુત્રીએ 'ઔરંગઝેબ'માં કામ કર્યું છે."

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

વાતચીતમાં સલમા આગાએ મને જણાવ્યું, "મારાં માતા અમૃતસરમાં જન્મ્યાં હતાં. મારા પિતાનો અમૃતસરમાં જ બાર હતો. તેઓ ઈરાની મૂળના હતા. મારું બાળપણ ભારતમાં જ વીત્યું, પરંતુ અભ્યાસ લંડનમાં થયો. મારા પિતા ડ્રાય ફ્રૂટ્સનો બિઝનેસ કરતા હતા. તેઓ લંડનમાં આવતાજતા રહેતા હતા. મારા નાના, પિતા અને માતાની પાસે બ્રિટિશ પાસપૉર્ટ હતા. મારાં બાળકોનો જન્મ પણ બ્રિટનમાં જ થયો."

પાકિસ્તાન સાથેના સંબંધ વિશે તેઓ માત્ર એટલું જ બોલ્યાં હતાં કે તેમણે પાકિસ્તાની ફિલ્મોમાં કામ તો કર્યું છે, પરંતુ તેઓ બ્રિટનનાં નાગરિક છે.

એક રસપ્રદ વાત એ પણ છે કે સલમાની કરિયરની શરૂઆત બીબીસી લંડનમાં 'નઈ જિંદગી નયા જીવન' કાર્યક્રમથી થઈ હતી.

ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા કાર્ડ

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,
બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સલમા આગા

2016માં સલમાએ ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા કાર્ડ માટે અરજી કરી હતી, જે મળ્યા પછી એ વ્યક્તિ ગમે તેટલી વાર ભારત આવી શકે છે અને પોલીસને રિપોર્ટ પણ નથી કરવો પડતો. તે વખતે તેઓ યુકેનાં નાગરિક હતાં.

એએનઆઇના એક ઇન્ટરવ્યૂમાં સલમાએ કહેલું કે તેઓ લોકોને જણાવવા માગે છે કે તેઓ હિંદુસ્તાની છે. બાદમાં સલમાને ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયાનું કાર્ડ મળી ગયું હતું.

સલમા પોતાની પુત્રી ઝારા ખાનની સાથે ભારતમાં રહે છે. ઝારાએ 2013માં ફિલ્મ 'ઔરંગઝેબ'માં અર્જુન કપૂરની સાથે અભિનેત્રી તરીકે શરૂઆત કરી હતી, પરંતુ આજકાલ તેઓ ગાયિકા તરીકે વધારે જાણીતાં છે. ઝારાએ 'સત્યમેવ જયતે - 2' અને 'જુગ-જુગ જીઓ' જેવી ફિલ્મોમાં ગીત ગાયાં છે.

સામયિકમાં છપાયેલી વાર્તા 'તોહફા' 'નિકાહ' ફિલ્મ બની

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

'નિકાહ' ફિલ્મ પર પાછા જઈએ તો, એ ફિલ્મ બનવાની કહાની પણ રસપ્રદ છે. ફિલ્મને બીઆર ચોપડાએ બનાવી હતી, જેઓ તે સમયના દિગ્ગજ નિર્માતા-દિગ્દર્શક હતા અને ઘણા સામાજિક મુદ્દા પર ફિલ્મ બનાવી ચૂક્યા હતા. એક વાર ઇન્ટરવ્યૂ દરમિયાન લેખિકા અચલા નાગર સાથે બીઆર ચોપડાની મુલાકાત થઈ.

એ દિવસોમાં અચલા નાગર આકાશવાણી મથુરામાં કામ કરતાં હતાં.

અચલા નાગરે જણાવેલું, "હું કંઈક ને કંઈક લખતી રહેતી હતી. 'નિકાહ'ની વાર્તા મેં 'માધુરી' નામના સામયિક માટે લખી હતી. વાર્તાનું નામ હતું, 'તોહફા'. હકીકતમાં, એક દિવસ મેં સમાચાર વાંચ્યા હતા કે સંજય ખાને પોતાની ફિલ્મ 'અબ્દુલ્લાહ'ના શૂટિંગ દરમિયાન ઝીનત અમાન સાથે શાદી કર્યા પછી તેમને તલાક આપી દીધા."

"પરંતુ, હવે તેઓ હલાલાની વિધિ કરીને ફરીથી શાદી કરવા માગે છે. બસ, ત્યાર પછી જ મારા મનમાં આ કહાનીનો જન્મ થયો. ઑક્ટોબર 1981માં 'માધુરી'માં તે પ્રકાશિત થઈ. તેની પહેલાં જ હું વાર્તાને નાટ્ય રૂપાંતર કરીને આકાશવાણી મથુરા પરથી પ્રસારિત કરી ચૂકી હતી. જ્યારે એક મુલાકાત દરમિયાન બીઆર ચોપડાને આ કહાની વિશે ખબર પડી તો તેમણે ફિલ્મ બનાવવાનો નિર્ણય કરી લીધો."

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

'નિકાહ'

  • દિગ્દર્શક બીઆર ચોપડા
  • રિલીઝ – 24 સપ્ટેમ્બર 1982
  • અચલા નાગરની કહાની 'તોહફા' પર આધારિત
  • ફિલ્મફેર અવૉર્ડ – બેસ્ટ ડાયલૉગ (અચલા નાગર)
  • સિંગર્સ – મહેન્દ્ર કપૂર, ગુલામઅલી, સલમા આગા
બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

આ એ સમય હતો જ્યારે મુસ્લિમ સમાજ પર આધારીત ફિલ્મ જૉનર લોકપ્રિય હતી, એટલે કે, એવી ફિલ્મો જેમાં પરિવેશ અને પાત્રો મુખ્યત્વે મુસ્લિમ સમાજનાં હોય, જેમ કે, 'પાકીઝા', 'મેરે મહબૂબ', ચૌદહવીં કા ચાંદ', 'લૈલા મજનૂ', 'મહબૂબ કી મેંહદી', 'બાઝાર'.

'નિકાહ' ફિલ્મ પણ એ જ મુસ્લિમ જૉનરની એક કડી હતી, જેમાં દિગ્દર્શક અને લેખિકાએ સ્ત્રીના દૃષ્ટિકોણથી ઘણા સવાલ ઉઠાવવાની કોશિશ કરી હતી.

'નિકાહ'ની કહાની

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,
બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

ઇમેજ સ્રોત, BR Chopra

ફિલ્મની કહાની કંઈક એવી છે કે, નવદંપતી નિલોફર (સલમા આગા) અને વસીમ (દીપક પરાશર) વચ્ચે સતત અંતર વધી રહ્યું છે.

વસીમ ન તો પોતાનાં પત્નીની પરવા કરે છે અને ન તો તેમની સંમતિની. ગુસ્સામાં તેઓ પત્નીને ટ્રિપલ તલાક આપી દે છે. તલાક પછી નિલોફરના જીવનમાં હૈદર (રાજ બબ્બર) આવે છે, જે કૉલેજ સમયથી જ તેને ચાહતા હતા.

નિલોફર હૈદર સાથે નિકાહ કરીને ખૂબ ખુશ છે. જોકે, પહેલી શાદીથી મળેલા ઘા હજુ તાજા છે, જે તેઓ પોતાની ડાયરીમાં નોંધતાં રહે છે, જેમાં ઘણી વાર વસીમનો ઉલ્લેખ થાય છે. એક વાર હૈદર (રાજ બબ્બર) એ ડાયરી વાંચી લે છે અને એવું માની લે છે કે તેમનાં પત્ની આજે પણ પહેલા પતિને જ પ્રેમ કરે છે અને તેને તલાક આપવાનું નક્કી કરી લે છે.

નિલોફરના જન્મદિવસે તેઓ ભેટ સ્વરૂપે તેમના પહેલા પતિને સાથે લઈને આવે છે, જે હકીકતમાં નિલોફરને પાછી મેળવવા માગે છે.

અર્થાત્, બે પુરુષ મળીને નિલોફરના નસીબનો નિર્ણય કરી રહ્યા હતા અને એ પણ તેમની મરજી વગર, તેમને પૂછ્યા વગર. અને નિલોફર (સલમા આગા) બંનેને સણસણતા સવાલ પૂછે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

સલમા આગા

  • પહેલી હિંદી ફિલ્મ 'નિકાહ' – 24 સપ્ટેમ્બર 1982
  • ફિલ્મફેર અવૉર્ડ (બેસ્ટ સિંગર) – 'નિકાહ'
  • ઘણી પાકિસ્તાની, હિંદી ફિલ્મોમાં કામ કર્યું
  • કપૂર પરિવાર સાથે સંબંધ છે
  • સલમા આગા હવે ભારતમાં રહે છે
બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

'તમે કોણ છો મને આઝાદ કરનારા'

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

નિલોફર એટલે કે સલમા આગાને પણ એવી સ્ત્રી તરીકે બતાવવામાં આવ્યાં છે જે પ્રેમ તો કરે છે, પરંતુ ઝૂરતાં નથી. દાખલા તરીકે, ઝઘડા પછી એક દિવસ વસીમ (દીપક પરાશર) પોતાનાં પત્નીને દોસ્તોની માફી માગવાનો હુકમ આપે છે અને પોતાની સ્પષ્ટતા કરતાં કહે છે કે તેણે હંમેશાં અસીમ પ્રેમ કર્યો છે. પરંતુ નિલોફરને બિચારી બની જીવવાનું પસંદ નથી અને તે જવાબ આપે છે કે રોજ રાત્રે સાથે સૂઈ જવાને પ્રેમ ન કહેવાય.

અથવા તો પછી એ ક્લાયમેક્સ જેમાં વર્તમાન પતિ (રાજ બબ્બર) નિલોફરની મરજી વગર તેમને તેમના પહેલા પતિ (દીપક પરાશર)ને મળાવવાનો નિર્ણય કરી લે છે અને તલાક આપીને આઝાદ કરવાનો પણ.

ત્યારે નિલોફરનો વિદ્રોહ કંઈક આ રીતે ફાટે છે – "આપ હોતે કૌન હૈ મુઝે આઝાદ કરને વાલે. મૈં ન તુમ્હારી જેબ મેં પડા હુઆ નોટ હૂં જિસે તુમ જબ ચાહો ખૈરાત મેં દે દો. જો શાદી મેરી મર્જી કે બગૈર હો હી નહીં સકતી ઉસકે ટૂટને યા તોડને મેં મેરી હાં યા ના કા દખલ ક્યોં જરૂરી નહીં. એક મર્દ ને તલાક ગાલી કી તરહ દિયા, તો એકને તલાક તોહફે કી તરહ. એકને તલાક દેકર અપના હક જતાયા. ઔર આપ તલાક દેકર અપની કુર્બાની કા એહસાસ દિલાના ચાહતે હૈં. દોનોં હી સૂરત મેં દાંવ પર તો ઔરત હી લગી ન."

ટ્રિપલ તલાક ગેર-બંધારણીય

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ફિલ્મ, બોલીવૂડ,

એ સમયની સ્થિતિની દૃષ્ટિએ બીઆર ચોપડાએ ત્રણ તલાકના મુદ્દા પર ફિલ્મ બનાવી હતી, જે 80ના દાયકાની પરિસ્થિતિનું વર્ણન કરે છે.

ઇસ્લામમાં તલાકની અલગ-અલગ રીત પ્રચલિત રહી છે, પરંતુ ભારતમાં સામાન્ય રીતે મુસ્લિમ પર્સનલ લૉ અંતર્ગત એકસાથે ત્રણ વાર તલાક બોલવાને જ તલાક તરીકે સ્વીકારી લેવાતું હતું. એક નવા કાયદા હેઠળ ટ્રિપલ તલાક ગેરબંધારણીય અને અપરાધિક ગુનો છે, જેની બાબતમાં આજે પણ સમાજમાં મતમતાંતરો છે.

અને મતમતાંતરોની વચ્ચે મઝધારમાં ફસાયેલી એવી સ્ત્રીઓ પણ છે જેમને નવા કાયદાની પહેલાં જ તલાક આપી દેવાયા હતા, પરંતુ કાયદા છતાં પતિએ સમાધાન કરવાનો ઇનકાર કરી દીધો અને તેમને ખબર નથી કે તેમની શાદીનું બંધન છે કે તેઓ તલાકશુદા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન