You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં ત્યજી દેવાયેલી ત્રણ વર્ષની બાળકીને અમેરિકન યુગલે નવજીવન આપ્યું
પંજાબમાં ત્રણ વર્ષની બાળકી એન્જલને કપૂરથલા રેલવે સ્ટેશન પર કોઈ એકલી મૂકીને જતું રહ્યું હતું. પણ હવે એન્જલ એકલી નથી અને એ અમેરિકા જશે.
તે ફેબ્રુઆરી 2022થી જલંધરના નારી નિકેતન ટ્રસ્ટમાં હતી. પણ હવે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે કે, કેમ કે એક અમેરિકી યુગલે તેને દત્તક લીધી છે.
જોકે એન્જલને મગજની બીમારી છે. તેને દત્તક લેનારા મૅથ્યુ અને રૅચલ અમેરિકાના અલાબામા રાજ્યમાં રહે છે. મૅથ્યુ સૉફ્ટવૅર એન્જિનિયર છે તો રૅચલ થૅરપિસ્ટ છે અને બે પુત્રની માતા.
રૅચલનું કહેવું છે કે બાળકીનો ફોટો જોતાં જ તે તેમને ગમી ગઈ હતી. ત્યાર બાદ તેમણે છોકરીને દત્તક લેવાનો વિચાર કર્યો.
જલંધરના ડેપ્યુટી કમિશનર પ્રમાણે કેન્દ્રીય એજન્સીમાંથી એનઓસી મળ્યા બાદ યુગલને બાળક દત્તક લેવાની મંજૂરી આપવામાં આવી છે.