You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળમાં ભૂકંપ બાદ કડકડતી ઠંડીમાં ખુલ્લામાં રહેવા મજબૂર નવજાત શિશુ અને માતાઓ
નેપાળમાં ભૂકંપ બાદ કડકડતી ઠંડીમાં ખુલ્લામાં રહેવા મજબૂર નવજાત શિશુ અને માતાઓ
પ્રકાશિત
નેપાળમાં ભૂકંપ આવ્યા પછી કેવી સ્થિતિ છે તે જાણવા અમે ત્રણ મહિલાઓ સાથે વાત કરી.
આ મહિલાઓએ ભૂકંપ પછી તેમનું અને તેમના પરિવારનું જીવન કેવી રીતે એક જ ક્ષણમાં બદલાઈ ગયું તે વિશે જણાવ્યું.
સાથે જ તેમણે હાલ તેમને માથા પર એક છત એટલે કે આશ્રયસ્થાન કે ઘરની તાતી જરૂર કેમ છે તે વિશે જણાવતાં કહ્યું કે તેમનાં નાનાં બાળકોની તબિયત ખૂબ જ લથડી રહી છે અને કડકડતી ઠંડીમાં તેમને જીવનું જોખમ ઊભું થયું છે.
તેઓ માત્ર ઘર, થોડું ભોજન અને પીવાનું પાણી તથા ગરમ કપડાંની વ્યવસ્થા સત્વરે થાય એવી અપેક્ષા રાખે છે. પણ આ બધું મળે ત્યાં સુધીમાં ભૂકંપમાંથી બચી ગયેલા પણ ઠંડી અને બીમારીને કારણે કોઈનું મૃત્યુ ના થાય એવું ઇચ્છે છે.