You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા પર ગુસ્સે કેમ થયા?
ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા પર ગુસ્સે કેમ થયા?
પ્રકાશિત
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર શરૂ થયેલી ચર્ચા દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુસ્સે થઈ ગયા હતા.
કૉંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ચર્ચાની શરૂઆત કરી અને લોકસભા સ્પીકરની ચેમ્બરમાં થયેલી વાતનો ઉલ્લેખ કરી સત્તાપક્ષને સવાલ પૂછ્યો.
કૉંગ્રેસના સાંસદની આ વાત પર અમિત શાહ ગુસ્સે થઈ ગયા અને આને ગંભીર આરોપ ગણાવ્યો.
દરમ્યાન સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ.
સભ્યોને શાંત પાડવા સ્પીકર ઓમ બિરલાએ હસ્તક્ષેપ કર્યો. સાથે જ સ્પીકરે વિપક્ષને સલાહ પણ આપી.
ગૌરવ ગોગોઈની વાત પર સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી. તેમની સાથે પણ ગોગોઈની ઉગ્ર ચર્ચા થઈ.
વીડિયો સૌજન્ય- સંસદ ટીવી