You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટનો એ પરિવાર જેણે પોતાનું ઘર બનાવી દીધું વિકલાંગ બાળકોનું ઘર
રાજકોટના હિરેન ત્રિવેદીના પરિવારે જરૂરિયાતમંદ માનસિક વિકલાંગો બાળકોને તેમનાં ઘરે રાખવાનો નિર્ણય લીધો.
જોકે આ નિર્ણય સાથે કેટલીક વિષમ સ્થિતિ અને પડકારો પણ જોડાયેલા હતા.
હિરેન ત્રિવેદી કહે છે કે, મારા માતા વર્ષથી વિકલાંગ બાળકોને લઈને કામ કરી રહ્યાં છે. તો મને ક્યાંક ખૂંચતું હતું કે આવા બાળકોની ભવિષ્યમાં કોણ સંભાળ લેશે. તેમના પરીવાર હોય છે પરંતું ઘણીવાર તેઓ તેમની સાથે જમતાં પણ નથી.
આ પરિવાર અત્યારે 7 માનસિક વિકલાંગ બાળકોની પોતાના ઘરે રાખીને સંભાળ લઈ રહ્યો છે.
દિવ્યાંગોને સાચવતાં તેમની વિવિધ જરૂરિયાતોને સમજ્યા પછી આ પરિવારની ઈચ્છા છે કે જેમ સામાન્ય માણસોના મનોરંજન સહિતની અન્ય સામાજીક વ્યવસ્થાઓ છે તેવું એક માળખું આ દિવ્યાંગ બાળકો માટે પણ બનાવવામાં આવે, જ્યાં તેઓ સુરક્ષિત અને આનંદિત અનુભવી શકે.
તેમના પડકારો અને સારપ જાણવા જુઓ આ વીડિયો અહેવાલ....