You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather : ગુજરાતમાં પલટાશે હવામાન, કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે?
ગુજરાતમાં કાળઝાળ ગરમીની સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં એક તરફ ગરમી અને બીજી તરફ વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી હજી પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં ઉનાળા દરમિયાન મે મહિનામાં સૌથી વધારે ગરમી પડે છે, જે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી લંબાય છે.
જૂનની 15 તારીખની આસપાસ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થાય છે, પરંતુ તે પહેલાં જ અનેક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની ગતિવિધિ રૂપે વરસાદ પડતો હોય છે.
ગુજરાતમાં આવનારા પાંચ દિવસ સુધી પડનારો વરસાદ સામાન્ય રીતે બપોર બાદ પડશે અને તેથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ છતાં ગરમીનો પારો ઊંચો રહે તેવી સંભાવના છે.
ત્યારે જાણીએ ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે?