You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિપરજોય વાવાઝોડાની ગુજરાતના વરસાદ પર કેવી અસર પડશે?
અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું ધીરે ધીરે ‘વિકરાળ’ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
આ ‘સિવિયર સાયક્લૉનિક’ પરિસ્થિતિની ગુજરાત પર પણ અસરો જોવા મળી રહી છે.
ભારતના હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર વાવાઝોડું હાલ ગુજરાતના દરિયાકાંઠેથી 580 કિલોમીટર દૂર છે.
નિષ્ણાતોના મતે વાવાઝોડાનું ગુજરાત પર લૅન્ડફૉલ તો નહીં થાય પરંતુ વાવાઝોડાની પરિસ્થિતિને કારણે તીવ્ર વરસાદ અને ઝડપી ગતિએ પવનો ફૂંકાશે. જે કારણે દરિયો તોફાની બનશે તેમજ કાંઠા વિસ્તારોમાં વરસાદ પણ પડવાની સંભાવના છે.
વાવાઝોડાની વાતાવરણ પર વ્યાપક અસરો થતી હોય છે ત્યારે જાણીએ કે ભારતમાં જ્યારે ચોમાસાની વિધિવત્ શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતના ચોમાસા પર આ ‘સિવિયર સાયક્લૉનિક સ્ટૉર્મ’ની કેવી અસર થશે?