વેલેન્ટાઇન્સ ડે પર 'જ્યારે મારા બૉયફ્રેન્ડની સિક્રેટ ગર્લફ્રેન્ડે મને કૉલ કર્યો'

ઇમેજ સ્રોત, Getty Images
વેલેન્ટાઇન્સ એટલે પ્રચલિત માન્યતા પ્રમાણે પ્રેમના એકરારનો દિવસ.
એકમેકના પ્રેમમાં ગળાડૂબ થયેલાં યુગલો જ્યારે પોતાની જીવનસફરનું સરવૈયું કાઢતાં હોય ત્યારે તેમને ખબર પડે છે કે આ દિવસ સાથે જોડાયેલી ઘણી યાદો જીવનનો અતૂટ ભાગ બની ગઈ છે.
પછી ભલે એ પ્રથમ મુલાકાત બાદ વેલેન્ટાઇન્સ ડેના દિવસે આપેલું ગુલાબ હોય કે એકબીજા સાથે આ દિવસે પરિવારથી છુપાઈને પ્રથમ વખત પોતાના સાથી સાથે માણેલી ફરવાની મજા હોય. આ તમામ યાદો દરેક યુગલ આખી જિંદગી સાચવી રાખે છે.
પરંતુ કેટલીક વાર આ દિવસ સાથે માત્ર પ્રેમાળ જ નહીં, પરંતુ ભય-પીડાની અનુભૂતિઓનું નિમિત્ત બની શકે છે.
કંઈક આવું જ બન્યું માન્ચેસ્ટરનાં ક્લેર સાથે.
ક્લેર પોતાના પ્રેમી સાથેના રિલેશન અંગે ખૂબ જ ગંભીર હતાં.
તેઓ આ દિવસ સાથે જોડાયેલી એ દુ:ખદાયક યાદ અંગે વાત કરતાં કહે છે : આ થોડાં વરસ પહેલાં બન્યું હતું. એ વખતે વેલેન્ડાઇન ડેના રોજ મને પર્સનલાઇઝ્ડ મગ, પર્સનલાઇઝ્ડ કાર્ડ, એક લાલ ગુલાબ અને કેટલીક ચૉકલેટો સહિતની વસ્તુઓ ભેટ સ્વરૂપે મળી.

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે કે, "જોકે, આ બધી વસ્તુઓ પર મારું નહીં, અન્ય કોઈનું નામ હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ક્લેરે ઉમેર્યું કે, "મેં આ ભેટ ખોલી અને તેની સામે જોઈને આ બધું કહ્યું. પરંતુ તેણે આ વાતનો આળ દુકાનવાળા પર નાખ્યો. તેણે પોતાની કોઈ પણ ભૂલ હોવાની વાતનો ઇનકાર કરી દીધો. પરંતુ છેલ્લે તો તેણે સત્ય સ્વીકાર્યું."
"એ પોતાની છેતરપિંડીનો એકરરા કરી રહ્યો હતો ત્યારે જ તેનો ફોનની ઘંટડી વાગી રહી હતી. આ એ છોકરીનો જ ફોન હતો."
ક્લેર એ દરમિયાન પોતે આપેલી પ્રતિક્રિયા અંગે કહે છે કે, "મેં એનો ફોન લઈને એ છોકરી સાથે વાત કરી. એ અત્યંત આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે એને મારી ગિફ્ટ આપી દીધી હતી."
"આ બંને ગિફ્ટો બિલકુલ એક જેવી જ હતી. બંને કૉફી કપ પર ‘આઇ લવ યુ’ અને હૃદય હતાં. કાર્ડ પણ સમાન જ હતાં."
ક્લેર હવે પોતે પણ એક રિલેશનમાં છે. તેઓ કહે છે કે, "અત્યારે તો હું આ વાત પર હસું છું, પરંતુ ત્યારે આવું બિલકુલ નહોતું. એ વાતથી મારું દિલ તૂટી ગયું હતું. તમે આ દિવસે આવી અપેક્ષા રાખતા નથી. એવું તો બિલકુલ જ નહીં કે તમને કોઈ બીજી વ્યક્તિ માટેની ગિફ્ટ તમારા જ પ્રેમી થકી મળે."
તેઓ કહે છે કે એ સમયે તેમણે ગિફ્ટ કચરામાં નાખી દીદી હતી. તેમજ તરત જ બૉયફ્રેન્ડ સાથેના બધા સંબંધો કાપી નાખ્યા હતા.
‘એની સિક્રેટ ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો’

ઇમેજ સ્રોત, GETTY IMAGES
કંઈક આવું જ ન્યૂકાસલનાં પૉલી સાથે પણ થયેલું. તેમને પણ 14 ફેબ્રુઆરીના પ્રેમના પ્રતીક મનાતા દિવસે જ પોતાના પ્રેમીનાં કારનામાં અંગે ખબર પડી હતી.
"વર્ષ 2018માં વેલેન્ટાઇન્સ ડેના દિવસે ફેસબુક મને એક છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. અમારે એક મ્યુચલ ફ્રેન્ડ હતો. તેથી મેં એની ફ્રેન્ડ રિક્વેસ્ટ મંજૂર કરી. આની પાંચ મિનિટ બાદ મૅસેન્જર પર મને એનો ફોન આવ્યો."
હાલ શિક્ષિકા બનવાની તાલીમ લઈ રહેલાં પૉલીએ જણાવ્યું કે ફોન કરનાર છોકરીએ પોતાની ઓળખ એમના બૉયફ્રેન્ડની ગર્લફેન્ડ તરીકેની આપી હતી.
"મેં એને કહ્યું, ‘ના હું એની ગર્લફેન્ડ છું’"
બાદમાં પૉલીએ પોતાના બૉયફેન્ડ પાસેથી આ અંગે ખુલાસો માગ્યો અને તેમની સાથે બ્રેકઅપ કરી નાખ્યો. આ બધું ત્યારે બન્યુ હતું જ્યારે પોલીના બૉયફ્રેન્ડ તેમને વેલેન્ટાઇન્સ ડેની ભેટ આપવા આવ્યા હતા.
પોલીએ કહ્યું, “મેં કહ્યું, તું રાખ તારી ગિફ્ટ તારી પાસે.” પોલી કહે છે કે તેમને ખ્યાલ છે કે તેમના માટે વધુ સારા વેલેન્ટાઇન્સ ડે હજુ આવવાના છે.
‘મેં એને અન્ય મહિલા સાથે પકડી પાડ્યો’

ઇમેજ સ્રોત, Getty Images
વોલસાલનાં હેલન સાથે પણ વેલેન્ટાઇન્સ દિવસના રોજ જ કંઈક એવું બન્યું કે જેની હંમેશાં માટે તેમના જીવન પર છાપ રહી ગઈ.
તેઓ પોતાના બૉયફ્રેન્ડ સાથે એ સમયે 18 મહિનાથી રિલેશનશિપમાં હતાં.
વેલેન્ટાઇન્સ ડેના રોજ બંને એક સાથે ડિનર લેવાનાં હતાં. પરંતુ આના અમુક કલાક પહેલાં જ તેઓ અન્ય મહિલા સાથે હોટલમાંથી બહાર નીકળતાં તેમના પ્રેમીને જોઈ ગયાં.
તેઓ કહે છે કે, "હું મારાં માટે કપડાં લેવા ગઈ હતી. એ દરમિયાન એક જગ્યાએ બેસીને કૉફીની મજા માણી રહી હતી."
"એની સામે જ હોટલ હતી, જેમાંથી એક અન્ય છોકરી સાથે બહાર આવતાં મેં એને જોઈ લીધો."
"હું ત્યાં જ બેઠી રહી અને તેને રંગે હાથ પકડ્યાની જાણકારી આપવાનું વિચાર્યું. આ સિવાય હું ભોજન માટે ન જવાની તેમજ અન્ય વિકલ્પો અંગે પણ વિચારી રહી હતી."
જોકે, તેમણે બૉયફ્રેન્ડ સાથે બહાર જવાનું નક્કી કર્યું અને પોતે કંઈ જાણતાં હોવાનો દેખાડો કર્યો.
આ દરમિયાન જ તેમણે બૉયફ્રેન્ડ પાસેથી ખુલાસો માગી લીધો.
"એણે ઇનકાર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એની ત્વચા સાવ લાલ પડી ગઈ હતી. મને ખબર પડી ગઈ કે એ જુઠ્ઠું બોલી રહ્યો હતો. મેં જાત પરનો કાબૂ ગુમાવી દીધો. એના સદ્નસીબે હું એ સમયે સૂપ નહોતો પી રહી. હું માછલી-ચિપ્સ અને વટાણા ખાઈ રહી હતી. મેં એ બધું જતાં જતાં એના માથા પર ઠાલવી દીધું."
‘મેં મારી ગર્લફ્રેન્ડને ઍરપૉર્ટ લેવા જ ન ગઈ’

ઇમેજ સ્રોત, SUE JENKINS
ડરહમ કાઉન્ટીનાં 56 વર્ષીય સુ જેનકિન્સે કબૂલ્યું હતું કે એક વખત તેઓ વેલેન્ટાઇન્સ ડેના રોજ પોતાનાં ગર્લફ્રેન્ડને ઍરપૉર્ટ પર લેવા જ નહોતા પહોંચ્યા.
"ક્લેર એસેક્સમાં રહેતી. હું સંડરલૅન્ડમાં રહેતો અને અમે એકબીજા સાથે ઓનલાઇન ચેટ કરતાં હતાં."
"એ સ્ટેનસ્ટડથી આવી રહી હતી. એનાં માતાપિતા એને ઍરપૉર્ટ પર મૂકી ગયાં હતાં. પરંતુ મારી હિંમત ન થઈ. મેં એને ફોન કર્યો અને કહ્યું કે ‘તું ન આવ, આ યોગ્ય સમય નથી.’"
સુ કહે છે કે ક્લેરે તેમને ‘પેટ ભરીને ગાળો દીધી.’ છતાં આ યુગલ બધું ભુલાવીને અંતે ફરી એક સાથે થયું. બે મહિના બાદ સુ ક્લેર અને તેમની ફૅમિલીને મળવા ડ્રાઇવ કરીને પહોંચ્યા.
આ બંને હવે 15 વર્ષથી એકબીજા સાથે છે અને બે વર્ષ પહેલાં બંનેનાં લગ્ન પણ થયાં હતાં. સુ ઉમેરે છે કે, "આ વાત ક્યારેય ભુલાઈ નથી. પાર્ટીઓમાં આની ચર્ચા નીકળે જ છે."
આ અહેવાલમાં કેટલીક વ્યક્તિઓનાં નામ બદલ્યાં છે.
























