You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રેયસ અને અભિષેકની વિસ્ફોટક ઇનિંગ્સ છતાં, ભારત અને ઇંગ્લૅન્ડની પહેલી ટી20 મૅચ વરસાદને કારણે ધોવાઈ - ન્યૂઝ અપડેટ
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચ ટી20 મૅચોની સિરીઝમાં પહેલી મૅચમાં વરસાદને કારણે કોઈ પણ રિઝલ્ટ વગર ખતમ થઈ.
ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા.
પરંતુ વરસાદને કારણે ઇંગ્લૅન્ડની ઇનિંગ્સ શરૂ થઈ શકી નહીં અને મૅચ કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ.
ભારત તરફથી અભિષેક શર્માએ માત્ર 24 બૉલમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગા સાથે 59 રન બનાવ્યા.
આ દરમિયાન, કૅપ્ટન શ્રેયસ અય્યરે 47 બૉલલમાં 68 રન બનાવ્યા, જેમાં એક છગ્ગો અને છ ચોગ્ગા માર્યા હતા.
ઇનિંગ્સની અંતિમ ક્ષણોમાં, શિવમ દુબેએ માત્ર 21 બૉલમાં 42 રન બનાવીને ભારતને 189 રન સુધી પહોંચાડી દીધું હતું.
તાજેતરમાં જ ભારત આયર્લૅન્ડે સામે બે મૅચની ટી20 સિરીઝમાં 0-2 થી હારી ગયું હતું. વૈભવ સૂર્યવંશીને બંને મૅચમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.
આ પછી પણ, વૈભવ સૂર્યવંશીને ઇંગ્લૅન્ડ સામે રમાયેલી મૅચમાં સ્થાન મળ્યું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાન કહે છે કે તે આયતુલ્લાહ અલી ખામેનેઈના મોતનો બદલો જરૂર લઈશું
ઈરાનની સર્વોચ્ચ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે એક નિવેદનમાં કહ્યું છે કે તેઓ આયતુલ્લાહ અલી ખામેનેઈના 'ખૂનનો બદલો' લેશે.
બીબીસીની પર્શિયન સર્વિસ અનુસાર, ઈરાની મીડિયાએ સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહમ્મદ બાકર ઝોલકદ્ર દ્વારા હસ્તાક્ષરિત એક સંદેશ પ્રકાશિત કર્યો છે.
તેમાં કહેવામાં આવ્યું હતું કે આયતુલ્લાહ અલી ખામેનેઈના 'ખૂનનો બદલો' તેમના હત્યારાઓ સામે નિશ્ચિતપણે લેવાશે.
મોહમ્મદ બાકરનો આ સંદેશ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પ્રકાશિત થયો હતો. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈની 28 ફેબ્રુઆરી 2026ના રોજ હત્યા કરવામાં આવી હતી.
આ દિવસે, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર પોતાનો પહેલો હુમલો કર્યો જેમાં ઘણા અગ્રણી ઈરાની અધિકારીઓ અને તેમના પરિવારના કેટલાક સભ્યો માર્યા ગયા હતા.
બીબીસી પર્શિયન અનુસાર, અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ ચારથી આઠ જુલાઈ દરમિયાન તહેરાન, કોમ અને મશહદમાં યોજાશે.
જ્યારે ઇરાકી શહેરો બગદાદ, કાઝમીન, કરબલા અને નજફમાં પણ શોક સભાઓ યોજાશે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન