You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોમાસું આગળ વધ્યું : સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી, હવે કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?
ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે, 01 જુલાઈ 2026ના રોજ, ઉત્તર અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, ગુજરાત, સમગ્ર દમણ અને દીવ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના વધુ કેટલાક ભાગો, ઉત્તરાખંડના બાકીના ભાગો, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ, સમગ્ર જમ્મુ-કાશ્મીર અને હરિયાણા તેમજ પંજાબના કેટલાક ભાગોમાં આગળ વધી ચૂક્યું છે.
ચોમાસાની વર્તમાન રેખા પોરબંદર, વલ્લભ વિદ્યાનગર, શાજાપુર, નૌગાંવ, મિર્ઝાપુર, આઝમગઢ, અયોધ્યા, બુદૌન, મેરઠ, કરનાલ, ગુરદાસપુર પરથી પસાર થઈ રહી છે.
આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને પંજાબના વધુ કેટલાક ભાગો તેમજ રાજસ્થાનના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ સાનુકૂળ છે.
ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે આગામી દિવસોમાં વરસાદ વધવાની શરૂઆત થઈ જશે અને 3 જુલાઈથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 1 જુલાઈથી જ ભારે વરસાદની શરૂઆત થવાની સંભાવના છે.
આગામી 6 જુલાઈ સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. જ્યારે ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
નવસારીમાં સૌથી વધુ 4.53 ઇંચ વરસાદ ખાબક્યો છે, અને જલાલપોરમાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો છે.
સાવરકુંડલા તાલુકામાં 3.11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
સુરતના કામરેજ તાલુકામાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરસાદને કારણે ભરૂચના આલી માતરીયા વિસ્તારમાં મધરાત્રીએ ભારે વરસાદના કારણે દિવાલ ઘસી પડતાં એક મકાનમાં પિતા પુત્રનું મોત થયું હતું.
ત્યારે આગામી દિવસોમાં હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. ત્યારે ભારતમાં હવે ચોમાસાની સ્થિતિ શું છે? જાણીએ આ અહેવાલમાં.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો વરસાદ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકના સૌથી વરસાદના આંકડાઓ તરફ નજર કરીએ તો નવસારીમાં સૌથી વધુ 115 મીમી (4.53 ઇંચ) વરસાદ ખાબક્યો છે, જ્યારે નવસારીના જ જલાલપોર તાલુકામાં 89 મીમી (3.50 ઇંચ) વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ રહ્યો છે, જેમાં કામરેજ તાલુકામાં 88 મીમી (3.46 ઇંચ), સુરત શહેરમાં 2.80 ઇંચ અને ઓલપાડ તાલુકામાં 2.32 ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા તાલુકામાં 3.11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 3.03 ઇંચ, ધરમપુરમાં 2.76 ઇંચ અને પારડી તાલુકામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ ભરૂચના અંકલેશ્વરમાં પણ 59 મીમી વરસાદ નોંધાયો છે.
વરસાદને કારણે ભરૂચના આલી માતરીયા વિસ્તારમાં મધરાત્રીએ ભારે વરસાદના કારણે દિવાલ ઘસી પડી હતી
તે મકાનમાં પિતા પુત્રનું મોત થયું હતું અને બે મહિલા પરિવાર સભ્યનો બચાવ કરાયો હતો.
ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
ગુજરાતનું સૌથી મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગુજરાતમાં આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ
હવામાન વિભાગે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ અનુસાર, આજે એક જુલાઈની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને મોરબીમાં છૂટાંછવાયાં સ્થળોએ તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થોડાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
બે જુલાઇની સ્થિતિએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થોડાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, ત્રણ જુલાઇએ પણ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ દિવસે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ વરસાદ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થોડાં સ્થળોએ વરસાદ થવાની ભારે સંભાવના છે.
ચાર અને પાંચ જુલાઇની સ્થિતિએ પણ આજ પ્રકારે બાકીના દિવસોની જેમ જ સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થોડા સ્થળોએ વરસાદ થવાની ભારે સંભાવના છે.
ચોમાસાની શું પ્રગતિ છે?
હવામાન વિભાગ અનુસાર, ચોમાસું અત્યારની સ્થિતિએ મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં, ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારો, ઉત્તરાખંડમાં અને હિમાચલ પ્રદેશ તેમજ લદ્દાખના કેટલાક ભાગો તરફ આગળ વધ્યું છે.
ચોમાસાની ઉત્તરીય સીમા સુરત, ઇન્દોર, સાગર, સિધી, આઝમગઢ, અયોધ્યા, બરેલી, દેહરાદૂન, મંડીમાંથી પસાર થઈ રહી છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ચોમાસું ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં, દમણ અને દીવ, ઉત્તરાખંડના બાકીના ભાગોમાં, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ, સમગ્ર જમ્મુ અને કાશ્મીર, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને પંજાબના મોટાભાગના ભાગોમાં તેમજ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકૂળ છે.
ત્રણ જુલાઈ 2026ની આસપાસ બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર એરિયા સર્જાય તેવી સંભાવના છે.
બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં વધી રહેલી હલચલને કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સમાચાર છે.
2 જુલાઈ 2026થી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન