You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલાઓનું એ ઑર્કેસ્ટ્રા જે બનાવે છે મહિલાઓના મુદ્દાઓ પર ગીતો
આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આવેલું સેનેગલ એ જગ્યા છે જ્યાં મહિલાઓ સંગીત વાદ્યો વગાડે એ દૃશ્ય દુર્લભ છે.
સેનેગલમાં હાલમાં જ જીગીન નામે એકમાત્ર મહિલા બૅન્ડ અસ્તિત્વમાં આવ્યું છે.
સંગીતના ક્ષેત્રમાં પુરુષોના પ્રભુત્વ ધરાવતા સંગીતના ક્ષેત્રમાં ડાકારમાં સ્થપાયેલું અને વિકસેલું એકમાત્ર મહિલાઓનું બેન્ડ જીગીન, સ્ત્રીઓની સમસ્યાઓને વાચા આપે છે અને એ પણ સંગીતના માધ્યમથી.
એટલું જ નહીં સેનેગલ અને આફ્રિકામાં સંગીતની દુનિયામાં મહિલા ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટનું સ્થાન પુનઃસ્થાપિત કરવા માટે તેમનું સંગીત વિવિધ વંશીય પૃષ્ઠભૂમિની લયથી ભરેલું છે.
આફ્રો, બ્લૂઝ, રેગે, હિપ હોપ, જાઝ, એમબાલાખ, સાલસા અને ઝૌક જેવી વિવિધ શૈલીઓનો તેમાં સમાવેશ થાય છે.
સંગીત ક્ષેત્રમાં પ્રવેશ કરવા માગતી આફ્રિકાની મહિલાઓને આ બેન્ડમાં સામેલ મહિલાઓની શું સલાહ છે? કેવી છે તેમની મહિલાઓ તરીકે સંગીત ક્ષેત્રની આ સફર? તે જાણો આ વીડિયોમાં.