બીબીસી ગુજરાતીના આ લેખ તમે વાંચવાનું ચૂકી તો નથી ગયા ને?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

ગુજરાતમાં ગત રવિવારે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી ગયો અને તેમાં 135 લોકોનાં મોત થયાં.

આ પુલ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી અને કુલ નવ લોકોની ધરપકડ કરી. આરોપીઓમાં ઓરેવા કંપનીના બે મૅનેજરોનો પણ સમાવેશ થાય છે.

પોલીસ ફરિયાદમાં ઝૂલતા પુલનું મેન્ટનન્સ અને મૅનેજમૅન્ટ કરનારી વ્યક્તિઓ અથવા તો એજન્સી પર પુલનું યોગ્ય રીતે મેન્ટનન્સ કે મૅનેજમૅન્ટ નહીં કરવાનો આરોપ લગાવાયો છે.

આ પુલની દેખરેખ કરવાનો પરવાનો જેમને આપવામાં આવ્યો હતો તે ઓરેવા કંપનીના મૅનેજરોની ધરપકડ કરવામાં આવી છે. જોકે મોરબીની દુર્ઘટના પછી કંપનીના માલિક જયસુખ ઓધવજી પટેલનું નામ પણ ચર્ચામાં છે , જેમણે તેમના પરિવાર સાથે આ પુલને નવીનીકરણ બાદ ખુલ્લો મૂક્યો હતો.

મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ આરોપ મૂક્યો હતો કે 'નગરપાલિકાની જાણ બહાર આ પુલનું ઉદ્ધાટન કરી દેવામાં આવ્યું, જેને કારણે તેનું સેફ્ટી ઑડિટ થયું નહોતું.'

ઓરેવાના માલિક જયસુખ પટેલના જીવન અંગે જાણી-અજાણી વાતો વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો.

સામાન્ય રીતે સિરામિક ઉદ્યોગ, ટાઇલ્સ કે ઘડિયાળ ઉદ્યોગને કારણે ચર્ચામાં રહેતું મોરબી શહેર 1979 અને 2001 બાદ વધુ એક વખત દુર્ઘટનાને કારણે ચર્ચામાં છે.

વર્ષ 2013માં જિલ્લા તરીકે સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યું, તે પહેલાંથી જ તે વેપાર-ઉદ્યોગની બાબતમાં ખૂબ જ ઉદ્યમશીલ રહ્યું છે, જેની પાછળ સ્થાનિક પ્રજાના ખમીર અને મહેનત પણ જવાબદાર છે.

સમય સાથે ઉદ્યોગપતિઓએ અને કર્મચારીઓએ પણ સમય સાથે તાલ મિલાવ્યા અને મીઠાથી માંડીને એલઈડી લૅમ્પ સુધીની સફર ખેડી છે. યોગાનુયોગ રવિવારની દુર્ઘટનામાં આવા જ એક ઉદ્યોગસમૂહનું નામ બહાર આવી રહ્યું છે, જેના ઉપર બ્રિજના સમારકામ અને સારસંભાળની જવાબદારી હતી.

 

દેશ-વિદેશમાં ગુજરાત અને ભારતનું નામ રોશન કરનારી અનેક પેઢીઓ અને ઉદ્યોગપતિઓ મોરબીની દેણ છે, આ ક્ષેત્રમાં એવું તો શું ખાસ છે કે, જમીનના એક ટુકડો મટીને કેવી રીતે આ ક્ષેત્ર વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યોની રાજધાની બની ગયું? જાણો તેના ઇતિહાસ વિશે.

અભિનેત્રી સામન્થાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પોતાની બીમારીની જાણકારી આપી છે.

તેમણે કહ્યું કે થોડા મહિના પહેલાં તેમને માયોસિટિસ નામની દુર્લભ બીમારી હોવાનું નિદાન થયું છે.

અભિનેત્રી સામન્થાએ આ બીમારી વિશે કહ્યું કે, "હું સંપૂર્ણ સ્વસ્થ થઈ જાઉં એ પછી તમારા બધા સાથે આ વાત શૅર કરવા માગતી હતી. જોકે તેમાં ધાર્યા કરતાં વધુ સમય લાગી રહ્યો છે."

સામન્થાએ પોસ્ટમાં લખ્યું હતું કે, "યશોદાના ટ્રેલર પર વરસાવેલો તમારો પ્રેમ અદભુત હતો. તમારા અપાર પ્રેમ અને બધાના મજબૂત સમર્થનને કારણે જ હું જીવનમાં આવેલી પરિસ્થિતિઓનો સામનો કરી શકું છું."

"થોડા મહિના પહેલાં મને માયોસિટિસ હોવાનું નિદાન થયું હતું. હું સંપૂર્ણ સ્વસ્થ થયા પછી હું આ વાત તમારી સાથે શૅર કરવા માગતી હતી, પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી રહ્યો છે."

સામંથાની આ જાહેરાતના કારણે આ બીમારી ચર્ચામાં આવી છે, ઍક્ટ્રેસને થયેલ આ દુર્લભ બીમારી વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સેવાનાં સ્થાપક અને ગૂજરાત વિદ્યાપીઠનાં ભૂતપૂર્વ કુલપતિ ઈલાબહેન ભટ્ટ 2નવેમ્બર, 2022ના રોજ આખરી વિદાય લઈ ગયાં છે.

તેમણે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં મહિલાઓના વિકાસ અને કૌશલ્યવર્ધન માટે સેલ્ફ એમ્પ્લૉય્ડ વિમૅન્સ ઍસોસિયેશન (સેવા)ની સ્થાપના કરી હતી.

આઝાદી માટે સંઘર્ષ કરનારાં ઈલાબહેન ભટ્ટે વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈને આપેલા તેમના અંતિમ ઇન્ટરવ્યૂમાં દેશમાં સ્વશાસન ન હોવાની ફરિયાદ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “દેશમાં ગરીબો અને અમીરો વચ્ચેનું અંતર સતત વધતું જઈ રહ્યું છે.”

આ અંતિમ ઇન્ટરવ્યૂમાં તેમણે ઘણા મુદ્દે ખુલ્લા મને વાત કરી હતી.

તેમના જીવન અને યોગદાન વિશે વાંચવા અહીં ક્લિક કરો.

ગુરુવારે ભારતના ચૂંટણીપંચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી.

જાહેરાત પ્રમાણે 1 અને 5 ડિસેમ્બરે, એમ બે તબક્કામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરાશે.

આ પહેલાં થોડા દિવસ અગાઉ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી. પરંતુ તેવું ન થતાં ચૂંટણીપંચ સામે સવાલો ઉઠ્યા હતા.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત દરમિયાન પત્રકારોના પ્રશનોના જવાબ આપતી વખતે પણ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારને આ ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે ગુજરાત ચૂંટણીની જાહેરાત 3 ડિસેમ્બરે કરવા માટેનાં કારણો આપ્યાં હતાં. અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત સાથે કેમ ગુજરાતની ચૂંટણી જાહેર નહોતી કરાઈ તે અંગે પોતાના તર્ક મૂક્યા હતા.

આ સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.