મહારાસ: 37,000 આહરાણીઓનો દ્વારકામાં મહારાસ, કેમ કરાયું આયોજન?

મહારાસ: 37,000 આહરાણીઓનો દ્વારકામાં મહારાસ, કેમ કરાયું આયોજન?
પ્રકાશિત

ગુજરાતના દ્વારકામાં આહિર સમાજના 37,000 મહિલાઓએ મહારાસ કર્યા હતા.

પરંપરાગત પહેરવેશ અને ઘરેણાંઓ સાથે સજ્જ થઈ આહરાણીઓએ આ સમયે કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગોપીભાવ સાથે આ રાસ રમ્યાં હતાં.

800 વીઘા જમીન પર યોજાયેલા આ મહારાસમાં ભાગ લેવા ભારતભરમાંથી આહિર સમાજની મહિલાઓ પહોંચી હતી.

મહારાસને જોવા ત્રણ લાખથી વધુ લોકો આવ્યા હતા અને બે લાખથી વધારે લોકોએ પ્રસાદ લીધો હોવાનો દાવો આ મહારાસના આયોજકો કરી રહ્યા છે.