મહારાસ: 37,000 આહરાણીઓનો દ્વારકામાં મહારાસ, કેમ કરાયું આયોજન?
મહારાસ: 37,000 આહરાણીઓનો દ્વારકામાં મહારાસ, કેમ કરાયું આયોજન?
પ્રકાશિત
ગુજરાતના દ્વારકામાં આહિર સમાજના 37,000 મહિલાઓએ મહારાસ કર્યા હતા.
પરંપરાગત પહેરવેશ અને ઘરેણાંઓ સાથે સજ્જ થઈ આહરાણીઓએ આ સમયે કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગોપીભાવ સાથે આ રાસ રમ્યાં હતાં.
800 વીઘા જમીન પર યોજાયેલા આ મહારાસમાં ભાગ લેવા ભારતભરમાંથી આહિર સમાજની મહિલાઓ પહોંચી હતી.
મહારાસને જોવા ત્રણ લાખથી વધુ લોકો આવ્યા હતા અને બે લાખથી વધારે લોકોએ પ્રસાદ લીધો હોવાનો દાવો આ મહારાસના આયોજકો કરી રહ્યા છે.
અહીં વાંચો વધુ - મહારાસ : વ્રજવાણીમાં જ્યારે 140 આયરાણીઓએ દેહત્યાગ કર્યો અને 500 વર્ષ સુધી આહીરોએ અહીંનું પાણી ના પીધું






