You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : 200 ઘરોનું ડિમોલિશન, તંત્રે કહ્યું, 'અમને ખબર નથી'
સુરત : 200 ઘરોનું ડિમોલિશન, તંત્રે કહ્યું, 'અમને ખબર નથી'
પ્રકાશિત
ગત સપ્તાહે સુરતના કતારગામમાં આવેલા નાસિરનગરમાં 200 જેટલાં મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
ઘરવિહોણા બનેલા લોકોનું કહેવું છે કે તેઓ 40 વર્ષ કરતાં વધુ સમયથી અહીં રહેતા હતા. બધા વેરા ભરતા હતા, છતાં કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ તેમનાં ઘર તોડી પડાયાં હતાં.
સ્થાનિકોએ જ્યારે આના વિશે મહાનગરપાલિકામાં રજૂઆત કરી, તો તેઓ ચોંકી ગયા. વિસ્થાપિતોને જણાવવામાં આવ્યું કે કૉર્પોરેશને ડિમોલિશનની કામગીરી કરી જ નથી.
ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કામગીરી કોણે કરી અને કોના કહેવાથી કરી, તેના વિશે સુરતનાં મેયર માયાબહેન માવાણી અને કમિશનર એમ. નાગરાજન કશું કહેવા તૈયાર નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન