અમદાવાદ : 'મારું આખું મકાન જાય છે, થોડો સમય તો આપવો હતો', પોલીસે કહ્યું કે 'બધું કાયદેસર થયું'

અમદાવાદ : 'મારું આખું મકાન જાય છે, થોડો સમય તો આપવો હતો', પોલીસે કહ્યું કે 'બધું કાયદેસર થયું'
પ્રકાશિત

અમદાવાદના મોટેરા વિસ્તારમાં શનિવારે સવારથી જ દબાણો હઠાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે આ જમીન મહાનગરપાલિકાની જ હતી, જેના પર સમય જતાં દબાણો થઈ ગયાં હતાં.

પોલીસનું કહેવું છે કે 37 મકાનોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં ગેરકાયદે રીતે બાંધકામ કરાયું હતું.

જ્યારે જેમનાં ઘરો તોડવામાં આવ્યાં તે અસરગ્રસ્તોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી આ સ્થળે રહેતા હતા.

કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ડિમોલિશનમાં સહકાર આપવા તૈયાર હતા. જોકે, તંત્રે કરેલી આ કાર્યવાહીમાં તેમનું કાયદેસર કહી શકાય તેવા ભાગમાં પણ તોડફોડ કરાઈ રહી છે.

લોકોનું કહેવું છે કે એમને ઇંદિરા આવાસ યોજના હેઠળ આ જમીન મળી હતી.

અહેવાલ : તેજસ વૈદ્ય

ઍૅડિટ : રિપુલ મકવાણા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન