You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વીસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આપના નેતાઓ શું બોલ્યા?
વીસાવદરના ધારાસભ્ય તરીકે ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી.
ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, "છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટીના પાંચેય ધારાસભ્યોએ ઈમાનદારીથી જનતાની સેવા કરી છે. ભૂપતભાઈએ રાજીનામું આપ્યું એ દુ:ખદ છે. ભૂપતભાઈએ એક વર્ષ વિસાવદર માટે કામ કર્યું તેનો હું આભાર માનું છું પરંતુ સાથેસાથે હું વિસાવદરની જનતાની દુ:ખ સાથે માફી પણ માગું છું."
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "ભાજપને ગુજરાતમાં 156 બેઠકો મળ્યા બાદ પણ તેમને સંતોષ મળી રહ્યો નથી અને તે એકતરફી તાનાશાહી સ્થપાય એવા પ્રયત્નો કરી રહ્યો છે. ભૂપત ભાયાણી જેવી વ્યક્તિઓ આમાં સામેલ થઈ જનતાનો દ્રોહ કરે છે."