You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેન્સા: દુનિયાનું એ ખાસ ગ્રૂપ જેમાં જોડાવા માટે પૈસા નહીં, ઉચ્ચકક્ષાની ટૅલેન્ટ જરૂરી છે
- દુનિયાની આઠ અબજની વસતીમાંથી માત્ર એક લાખ 14 હજાર જેટલાં લોકો જ 'મેન્સા' ગ્રૂપના સભ્યો છે
- તેમાં જોડાનાર સૌથી નવા સભ્ય બ્રિટનના ત્રણ વર્ષના ટેડી હૉબ્સ છે બે માત્ર વર્ષની ઉંમરે વાંચતા શીખી ગયા હતા
- મેન્સામાં પ્રવેશ માટે કોઈ ઉંમર બાધ નથી
- કોઈપણ ધર્મ કે દેશનો પણ બાધ નથી
- તમે કેટલા પૈસાદાર છો કે પેટિયું રળી ખાતા હો તેનો પણ બાધ નથી
- તેમાં જોડાવા માટે એક જ શરત છે કે અહીં પ્રવેશ માટે બુદ્ધિમત્તાની પરીક્ષામાં 98 પર્સેન્ટાઈલ જરૂરી છે
- આ સંસ્થા શરૂઆતમાં "ધ હાઈ આઈક્યુ ક્લબ" તરીકે જાણીતી હતી પરંતુ બાદમાં તેને બદલીને 'મેન્સા' કરી નાખવામાં આવી
વિશ્વભરમાં ‘મેન્સા’ ગ્રૂપના એક લાખ 14 હજારથી વધુ સભ્યો છે. તેમાં છેલ્લે જોડાનાર પૈકીના એક બ્રિટનના ત્રણ વર્ષના ટેડી હૉબ્સ છે અને તેઓ બે વર્ષની ઉંમરે વાંચતા શીખી ગયા હતા.
મેન્સામાં પ્રવેશ માટે કોઈ ઉંમર બાધ નથી, કોઈપણ ધર્મ કે દેશનો પણ બાધ નથી અને તમે કેટલા પૈસાદાર છો કે પેટિયું રળી ખાતા હો તેનો પણ બાધ નથી.
તેમાં જોડાવા માટે એક જ શરત છે અને એ શરત મોટાભાગના લોકો પુરી કરી શકતા નથી.
શરત એ છે કે અહીં પ્રવેશ માટે બુદ્ધિમત્તાની પરીક્ષામાં 98 પર્સેન્ટાઈલ જરૂરી છે.
મેન્સાના સ્થાપકોના મતે એ 'ગિફ્ટેડ લોકો'નું વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે વધુ સારું સામાજિક અને બૌદ્ધિક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે.
આ સંસ્થાને 1946માં રૉયલ બેરીલ નામના વકીલ અને વૈજ્ઞાનિક તેમજ વકીલ લાન્સ વૅર દ્વારા બનાવવામાં આવી હતી. બંનેની મુલાકાત ટ્રેનની મુસાફરી દરમિયાન થઈ અને તરત જ તેમની વચ્ચે બૌદ્ધિક જોડાણ સ્થાપિત થઈ ગયું હતું.
આ સંસ્થા શરૂઆતમાં "ધ હાઈ આઈક્યુ ક્લબ" તરીકે જાણીતી હતી પરંતુ બાદમાં તેને બદલીને 'મેન્સા' કરી નાખવામાં આવી. મેન્સા લેટિન શબ્દ છે અને તેનો અર્થ થાય છે ટેબલ. આ નામ પસંદ થવા પાછળનું કારણ એ છે કે તેનો અર્થ એમ છે કે બધા લોકો એકસાથે સમાન અંતરે બેસે.
મેન્સા અન્ય ઘણી સેવાઓની સાથે ઉચ્ચ આઈક્યૂ ધરાવતા બાળકોને સપોર્ટ કરે છે. તે એવા પરિવારો કે શિક્ષકોને રસ્તો ચિંધે છે કે જેમની પાસે બાળકોને ઓળખવાની અને તેમને સાચો માર્ગ બતાવવાની ક્ષમતા નથી હોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુશ્કેલ જીવન
મેન્સાના પ્રમુખ જેવિયર ગોન્ઝાલેઝ રિક્યૂન્કોએ બીબીસીને જણાવ્યું હતું કે કેટલાક બાળકો માટે 'ગિફ્ટેડ' હોવું જ દુખનું કારણ બની જાય છે.
રિક્યૂન્કોને શાળામાં પરેશાન કરવામાં આવતાં હતાં કારણ કે તે અલગ હતાં, પરંતુ તેમનાં પરિવારને તેનાં વિશે કંઈ ખબર ન હતી.
તેઓ કહે છે, "તમને એવું લાગવા માંડે છે કે તમારા માતા-પિતાને કંઈ ખબર જ નથી પડતી. મેં મારા માતા-પિતાને સારા માર્ક્સ આપ્યાં, તેઓએ મને ગાલ પર કે કપાળ પર ચુંબન કર્યું અને સામે મેં પણ એવું જ કર્યું."
તેઓ કહે છે, "મને લાગતું હતું કે હું બસ નીચે આવીને મરી જઈશ."
જેને શાળામાં પરેશાન કરવામાં આવતી હતી એવી રિક્યૂન્કો એકલી 'ગિફ્ટેડ' બાળકી નહોતી.
મેન્સાના અન્ય સ્થાપક બેરીલ કહે છે કે તેમને ફ્રેનેલૉજીનો અભ્યાસ કરવામાં રસ હતો. તે એક સ્યુડો સાયન્ટિફિક થિયરી છે જે કહે છે કે ખોપરીનું કદ બુદ્ધિમત્તા પર આધાર રાખે છે.
જેમણે આઈક્યુ ટેસ્ટનો અભ્યાસ કરનારાઓ આ સાથે સહમત ન હતા. તેમણે બેરીલને કહ્યું કે તે વિશ્વના ટોચના એક ટકા સ્માર્ટ લોકોમાં આવે છે. બેરીલ રડવા લાગ્યા હતા, પહેલીવાર કોઈએ તેમને કહ્યું હતું કે તે કોઈ કામમાં સારા છે.
શા માટે મેન્સા ખાસ છે
ગ્રૂપ સાથે સંકળાયેલા ઘણા લોકો માને છે કે તેમના આત્મવિશ્વાસ માટે આ ખૂબ જ જરૂરી છે કારણ કે અનન્ય પ્રતિભા ધરાવતા ઘણા લોકો માટે સમાજના ચોકઠામાં ગોઠવાવું મુશ્કેલ બની જાય છે.
મેન્સા તેમના સભ્યો માટે કૉન્ફરન્સનું આયોજન કરે છે, સાથે જ તેમને પોતાના કામને લાયક બનાવવામાં પણ મદદ કરે છે. ગ્રૂપના લોકો એરોનૉટિક્સ, કૉમિક્સ, ડાઇવિંગ અથવા ઇજિપ્ટોલૉજી જેવી વસ્તુઓનો આનંદ માણે છે.
ઍસોસિયેશનના વિવિધ દેશોમાં ગ્રૂપ છે. તેનો ભાગ બનવા માટે તમારે બુદ્ધિમત્તાની પરીક્ષા આપવી પડે છે જેમાં તમારે બતાવવું પડે છે કે તમારો ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ (આઈક્યુ) સામાન્ય વસ્તીના શિર્ષસ્થ 2% ની અંદર આવે છે. જેમ કે વેકસ્લર સ્કેલ પર 131ની બરાબર અથવા તેનાથી વધુ આઈક્યુ, સ્ટૅનફોર્ડ-બિનેટ સ્કેલ પર 133 અથવા કૅટેલ સ્કેલ પર 149 જેટલા.
બધી રાષ્ટ્રીય ક્લબો બાળકોને પ્રવેશ આપતી નથી. કેટલીક સ્પેનિશ ક્લબની જેમ તેમનો ભાગ બનવા માટે ઓછામાં ઓછી વય નક્કી કરે છે. જેમાં ટેડીનો સમાવેશ થયો છે તે બ્રિટિશ ક્લબ છે. ટેડીએ બે વર્ષની ઉંમરે જાતે જ વાંચવાનું શીખી લીધું હતું. છ અલગ-અલગ ભાષાઓમાં 100ની ગણતરી કેવી રીતે કરવી તે તેઓ પહેલેથી જ જાણે છે.
નાનપણથી વાંચવાનું શીખવું, તેમજ અસામાન્ય યાદશક્તિ અથવા દુર્લભ શોખ અને રુચિઓ, જેવી કેટલીક વર્તણૂકો ઉચ્ચ ક્ષમતાવાળા બાળકોમાં હોય છે. મેન્સા આ સમજે છે.
આ બાળકોની ઓળખ કેવી રીતે થાય છે?
આ બાળકોમાં પુખ્ત વયના લોકો સાથે સમય વિતાવવાની અથવા એકલા કામ કરવાની ક્ષમતા, રમૂજ શક્તિ, વધારે પડતા પ્રશ્નો પૂછવા, હંમેશા નિયંત્રણમાં રહેવાની અથવા રમતો માટે નવા નિયમો શોધવાની ક્ષમતાનો તેમાં સમાવેશ થઈ શકે છે.
જો કે, ટેડી મેન્સામાં જોડાનાર સૌથી નાના બાળક નથી. ગયા વર્ષે જુલાઈમાં અમેરિકાના કેન્ટુકીમાં રહેતાં અઢી વર્ષનાં બાળકી ઈસ્લા મૅકનાબને મેન્સા અમેરિકામાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
જોકે તેમના મોટાભાગના સભ્યો વિશે માહિતી ઉપલબ્ધ નથી. મેન્સાના રેકૉર્ડ્સમાં કેટલીક પ્રસિદ્ધ હસ્તીઓ છે, જેમ કે વિજ્ઞાન સાહિત્ય લેખક આઇઝેક એસિમોવ અથવા અમેરિકન અભિનેત્રી ગીના ડેવિસ.