You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ભારે વરસાદની સિસ્ટમ હજુ પણ સક્રિય, કયા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે?
ગુજરાતમાં ચોમાસાની જમાવટ પહેલાની જેમ જ ચાલુ છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે મહીસાગર અને નર્મદા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ વરસાદ થયો છે જ્યારે કચ્છમાં એકંદરે સૂકું હવામાન છે.
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ગણદેવીમાં 1.34 ઇંચ, વાંસદામાં 1.18 ઇંચ, અને ખેરગામમાં 1.18 ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગના વઘઈમાં 0.87 ઇંચ, તાપીમાં 0.59 ઇંચ, સંતરામપુરમાં 0.59 ઇંચ વરસાદ થયો છે.
આણંદમાં અડધા ઇંચ, અરવલ્લીમાં સવાર ઇંચ, છોટા ઉદેપુરમાં દોઢ ઇંચથી વધારે વરસાદ થયો છે. આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, નર્મદા, સાબરકાંઠા, પંચમહાલ અને સુરત જિલ્લામાં પણ છૂટીછવાઈ જગ્યાએ સારો વરસાદ થયો છે.
તાપી જિલ્લામાં આજે વરસાદી માહોલ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે. ડાંગના જંગલમાં વરસાદ થવાથી પૂર્ણા અને ઓલન નદી બે કાંઠે વહે છે.
વરસાદની સિસ્ટમની વાત કરવામાં આવે તો છત્તીસગઢ અને આસપાસના વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા રચાયો છે જેના કારણે સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ એક સાઇક્લોનિક સર્ક્યુલેશન પેદા થયું છે.
હાલમાં એક મોન્સુન ટ્રફ શ્રી ગંગાનગર, શિવપુરી, દામોહ, છત્તીસગઢના કેટલાક ભાગો પરથી પસાર થઈને પશ્ચિમ બંગાળ સુધી જાય છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી શું છે?
હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિન અનુસાર 29 ઑગસ્ટ, શુક્રવારે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડી શકે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
30 ઑગસ્ટ, શનિવારે ગુજરાતમાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.
કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે?
31 ઑગસ્ટ, રવિવારે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે.
પહેલી સપ્ટેમ્બરે ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ જિલ્લા અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગ જણાવે છે.
બીજી સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં 86 ટકા વરસાદ પડી ગયો
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનની સરેરાશનો 86 ટકા વરસાદ પડી ગયો છે. તેમાંથી કચ્છમાં 85 ટકા કરતાં વધારે વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 90 ટકા કરતા વધારે, પૂર્વ ગુજરાતમાં 81 ટકા, સૌરાષ્ટ્રમાં 84 ટકા અને સાઉથ ગુજરાતમાં 90 ટકા વરસાદ પડી ગયો છે.
ગુજરાતના સૌથી મોટા સરદાર સરોવર ડૅમમાં હાલમાં 92 ટકા કરતાં વધારે પાણી ભરાયેલું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન