ગુજરાત પ્રવાસે આવેલા વડા પ્રધાન મોદીને કૉંગ્રેસે શું સવાલો પૂછ્યા?- ઇલેક્શન અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન મોદી ચૂંટણીપ્રચાર માટે બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને વિવિધ જિલ્લાઓમાં સભાઓ સંબોધવાના છે.
આ જ સમયે કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કૉંગ્રેસ તરફથી વડા પ્રધાન મોદીને ત્રણ સવાલો પૂછ્યા છે.
- ગુજરાત ભારતનું 'પેપર લીક' કેપિટલ કેમ બન્યું છે?
- ‘નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો પર કાર્યવાહી ન કરીને વડા પ્રધાન કોનું રક્ષણ કરે છે?
- શા માટે ‘ભાજપ મોડલ’ ગુજરાતના લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહ્યું છે?
કૉંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે, “ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 14 પેપર લીક થયા છે. ગુજરાત ભારતમાં પેપરલીકનું કેન્દ્ર છે. કૉંગ્રેસના ન્યાયપત્રમાં પેપરલીકથી મુક્તિની ગેરંટી આપવામાં આવી છે.”
આ સિવાય પણ કૉંગ્રેસે કહ્યું છે કે, “ગુજરાતમાં ‘નલ સે જલ’ યોજનામાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને ભાજપના નેતાઓ જ તેની પુષ્ટિ કરે છે. ભ્રષ્ટાચારના આ આક્ષેપોને ભાજપ હાઈકમાન્ડ દ્વારા અવગણવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ભાજપ કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે? વડા પ્રધાને આરોપીઓ સામે કેમ કોઈ પગલાં ભરવા ઈન્કાર કર્યો?”
કે. ચંદ્રશેખર રાવ પર ચૂંટણીપંચે મૂક્યો પ્રતિબંધ, 48 કલાક સુધી નહીં કરી શકે પ્રચાર

ઇમેજ સ્રોત, ANI
ચૂંટણીપંચ દ્વારા તેલંગાણાના પૂર્વ મુખ્ય મંત્રી અને બીઆરએસ પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ પર આગામી 48 કલાક માટે પ્રચાર કરવા પર રોક લગાવવામાં આવી છે. તેમનો આ સમયગાળો 1 મે, બુધવારે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.
ચૂંટણીપંચનું કહેવું છે કે તેલંગાણા કૉંગ્રેસ રાજ્ય સમિતિના ઉપાધ્યક્ષ જી. નિરંજને 6 એપ્રિલે ફરિયાદ કરી હતી.
પંચના જણાવ્યા અનુસાર, આ ફરિયાદમાં નિરંજને કહ્યું હતું કે કેસીઆરે તેલંગાણાના સિરસિલ્લામાં પાંચ એપ્રિલે કૉંગ્રેસ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.
ફરિયાદ બાદ ચૂંટણીપંચે તેલંગાણાના મુખ્ય ચૂંટણી કાર્યાલય પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટ મળ્યા બાદ 16 એપ્રિલે ચૂંટણીપંચે કેસીઆર પર આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા તેમને કારણદર્શક નોટિસ જારી કરી હતી અને લાંબી પ્રક્રિયા બાદ હવે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.
બનાસકાંઠામાં વડા પ્રધાન મોદીએ કહ્યું, “આ વખતે અહેમદ પટેલનો પરિવાર પણ કૉંગ્રેસને મત નહીં આપે”

ઇમેજ સ્રોત, NARENDRA MODI/YT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન મોદીએ ગુજરાતમાં બનાસકાંઠાથી તેમના ચૂંટણીપ્રચારની શરૂઆત કરી હતી અને રેલીને સંબોધી હતી. પોતાના ભાષણની શરૂઆતમાં જ તેમણે ગુજરાતીમાં કહ્યું હતું કે, “પીએમ...પીએમ તો બધું દિલ્હીમાં હોય...અહીં તો આપણા નરેન્દ્રભાઈ હોય.”
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે “આપણું લક્ષ્ય માત્ર 26 બેઠકો જીતવાનું નથી પરંતુ દરેક બૂથ જીતવાનું છે. હું ગુજરાતના લોકોને સલામ કરવા ઇચ્છું છું કે તમે ક્યારેય અહીં અસ્થિર સરકાર બનાવી નથી. એકવાર તમે કૉંગ્રેસને અહીંથી હઠાવી પછી તેને અહીં પગ જમાવવા નથી દીધો.”
તેમણે ભાષણમાં કહ્યું હતું કે, “2014 પહેલાં તો દેશમાં ભ્રષ્ટાચાર અને આતંકવાદ જેવા મુદ્દાઓ ગૂંજતા હતા. આવા વિકટ સમયમાં મને દેશની કમાન સોંપી હતી અને મેં ત્યારપછી ખૂબ મહેનત કરી છે.”
તેમણે ચૂંટણીસભામાં બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર રેખાબહેન ચૌધરી અને પાટણથી ભરતસિંહ ડાભીને મત આપવાની વિનંતી કરી હતી.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “કૉંગ્રેસના લોકો હવે ફેક વીડિયો ફેલાવવા પર ઉતરી આવ્યા છે. તેમની પાસે કોઈ મુદ્દો નથી. તેઓ અફવા ફેલાવી રહ્યા છે કે મોદી 400 બેઠકો લાવશે તો અનામત હઠાવી દેશે. હું તમને ખાતરી આપું છું કે હું જીવિત છું ત્યાં સુધી કોઈને ધર્મના આધારે અનામત આપવા નહીં દઉં.”
તેમણે કૉંગ્રેસ મુસ્લિમોને અનામત આપશે તેવો આરોપ લગાવ્યો હતો.
ઇન્ડિયા ગઠબંધન અને કૉંગ્રેસ પર આરોપો લગાવતાં તેમણે કહ્યું હતું કે આ વખતે એ લોકોની હાલત એવી છે કે તેઓ પોતાની પાર્ટીને પણ મત નહીં આપી શકે. અહીં તેમનો ઇશારો ભરૂચમાં અહેમદ પટેલના પરિવાર પર હતો. કારણ કે અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ચૂંટણીમેદાનમાં છે.
ભાજપે ચૂંટણીપ્રચાર જોવા માટે પુતિન અને શેખ હસીનાના પક્ષ સહિત 18 પક્ષોને આમંત્રણ આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય જનતા પાર્ટીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પક્ષ યુનાઇટેડ રશિયા પાર્ટી, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ હસીનાની આવામી લીગ પાર્ટી, ઇઝરાયલની લિકુડ પાર્ટી સહિત 18 પક્ષોને ચૂંટણીપ્રચાર જોવા માટે આમંત્રણ આપ્યું છે.
ભાજપે જણાવ્યું છે કે દસ દેશોમાંથી રાજકીય પક્ષો ચૂંટણી અભિયાનનો સીધો અનુભવ લેવા માટે ભારત આવી રહ્યા છે.
આ પક્ષોના પ્રતિનિધિઓ પહેલી મેના રોજ ભાજપના હેડક્વાર્ટર્સમાં પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે.
આ સાથે જ તેઓ ડૉ. એસ. જયશંકર અને અશ્વિની વૈશ્નવ જેવા મંત્રીઓ સાથે પણ વાર્તાલાપ કરશે. તેમને ચૂંટણી પ્રક્રિયા સાથે જ ભાજપના ચૂંટણીપ્રચારની રણનીતિઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.
કયા પક્ષોને મોકલાયું આમંત્રણ?
ઑસ્ટ્રેલિયા – લિબરલ પાર્ટી
કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ વિયતનામૉ
બાંગ્લાદેશ આવામી લીગ
ઇઝરાયલની લિકુડ પાર્ટી
યુગાંડાની નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ
યુનાઇટેડ રશિયા પાર્ટી
તાંઝાનિયા- ચામા ચા માપિંદુજી
નેપાળી કૉંગ્રેસ
દિલ્હી-નોઇડાની કેટલીક શાળાઓમાં બૉમ્બની ધમકી, પોલીસે કહ્યું - 'તપાસમાં કંઈ ન મળ્યું'

ઇમેજ સ્રોત, GETTY IMAGES
બુધવારની સવારે દિલ્હી અને નોઇડાની કેટલીક શાળાઓને તેમના પરિસરમાં બૉમ્બ હોવાની ધમકી મળી. ત્યાર બાદ શાળાઓમાંથી બાળકોને રજા આપી દેવામાં આવી અને બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યાં.
આ ધમકી ઇમેઇલ કરીને મોકલવામાં આવી છે. પોલીસે આ શાળાઓમાં પહોંચીને તપાસ કરી છે.
નવી દિલ્હીના ડીસીપી દેવેશ કુમાર માહલાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પોલીસે શાળાઓમાં તપાસ કરી અને કંઈ મળ્યું નથી.
તેમણે કહ્યું કે, લોકોને વિનંતી છે કે શાંતિ જાળવી રાખે, અમે સાવચેતી માટે અને ફરિયાદના આધારે આ શાળાઓને ચેક કરી છે. અને કંઈ પણ ચિંતાજનક મળ્યું નથી. સમજી શકીએ કે જ્યારે બાળકોની વાત આવે તો લોકો પૅનિક થઈ જાય છે. પરંતુ અમે કહેવા માગીએ છીએ કે અમે તપાસ પૂરી કરી લીધી છે અને ચિંતાની કોઈ વાત નથી.
દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, આજે સવારે કેટલીક શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાળાઓને ખાલી કરવવામાં આવી છે અને દિલ્હી પોલીસ એ પરિસરોની તપાસ કરી રી છે પરંતુ હજુ સુધી શાળાઓમાં કંઈ મળ્યું નથી.
નોઇડાના ડીઆઈજી, એડિશનલ સીપી (કાયદા-વ્યવસ્થા)શિવહરિ મીણાએ કહ્યું કે, ડીપીએસ નોઇડામાં બૉમ્બ હોવાની ધમકીનો ઇમેઇલ મળ્યો, નોઇડા પોલીસ, ફાયર ટેન્ડર અને બૉમ્બ નિરોધક ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યાં છે. તપાસ ચાલી રહી છે, અત્યાર સુધી કંઈ મળ્યું નથી.
ચાણક્યપુરીના સંસ્કૃતિ સ્કૂલ, મયૂર વિહારના મધર મૅરી સ્કૂલ, દ્વારકામાં દિલ્હી પબ્લિક સ્કૂલમાં ધમકીના ઇમેઇલ આવ્યાના સમાચાર સૌથી પહેલાં આવ્યા હતા.
ત્યાર બાદ દિલ્હી અને નોઇડાની અન્ય શાળાઓમાં પણ આ પ્રકારના ઇમેઇલ આવ્યા હોવાની વાત સામે આવી હતી.
બુધવારની સવારે દિલ્હી અને નોઇડાની કેટલીક શાળાઓને તેમના પરિસરમાં બૉમ્બ હોવાની ધમકી મળી. ત્યાર બાદ શાળાઓમાંથી બાળકોને રજા આપી દેવામાં આવી અને બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યાં.
આ ધમકી ઇમેઇલ કરીને મોકલવામાં આવી છે. પોલીસે આ શાળાઓમાં પહોંચીને તપાસ કરી છે.
નવી દિલ્હીના ડીસીપી દેવેશ કુમાર માહલાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પોલીસે શાળાઓમાં તપાસ કરી અને કંઈ મળ્યું નથી.
તેમણે કહ્યું કે, લોકોને વિનંતી છે કે શાંતિ જાળવી રાખે, અમે સાવચેતી માટે અને ફરિયાદના આધારે આ શાળાઓને ચેક કરી છે. અને કંઈ પણ ચિંતાજનક મળ્યું નથી. સમજી શકીએ કે જ્યારે બાળકોની વાત આવે તો લોકો પૅનિક થઈ જાય છે. પરંતુ અમે કહેવા માગીએ છીએ કે અમે તપાસ પૂરી કરી લીધી છે અને ચિંતાની કોઈ વાત નથી.
દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, આજે સવારે કેટલીક શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાળાઓને ખાલી કરવવામાં આવી છે અને દિલ્હી પોલીસ એ પરિસરોની તપાસ કરી રી છે પરંતુ હજુ સુધી શાળાઓમાં કંઈ મળ્યું નથી.
નોઇડાના ડીઆઈજી, એડિશનલ સીપી (કાયદા-વ્યવસ્થા)શિવહરિ મીણાએ કહ્યું કે, ડીપીએસ નોઇડામાં બૉમ્બ હોવાની ધમકીનો ઇમેઇલ મળ્યો, નોઇડા પોલીસ, ફાયર ટેન્ડર અને બૉમ્બ નિરોધક ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યાં છે. તપાસ ચાલી રહી છે, અત્યાર સુધી કંઈ મળ્યું નથી.
ચાણક્યપુરીના સંસ્કૃતિ સ્કૂલ, મયૂર વિહારના મધર મૅરી સ્કૂલ, દ્વારકામાં દિલ્હી પબ્લિક સ્કૂલમાં ધમકીના ઇમેઇલ આવ્યાના સમાચાર સૌથી પહેલાં આવ્યા હતા.
ત્યાર બાદ દિલ્હી અને નોઇડાની અન્ય શાળાઓમાં પણ આ પ્રકારના ઇમેઇલ આવ્યા હોવાની વાત સામે આવી હતી.
કોલંબિયા યુનિવર્સિટીમાં ન્યૂયૉર્ક પોલીસની રેડ, કેટલાક પ્રદર્શનકારીઓની ધરપકડ

ઇમેજ સ્રોત, EPA
કોલંબિયાના સ્ટુડન્ટ રેડિયો સ્ટેશને જણાવ્યું કે વિરોધપ્રદર્શન દરમિયાન અટકાયતમાં લીધેલા લોકોને લઈ જવા માટે ન્યૂયૉર્ક પોલીસની એક બસ પરિસરથી થોડે દૂર 116મી સ્ટ્રીટ ઍન્ડ બ્રૉડવે પર પહોંચી છે.
યુએસ ટીવી નેટવર્ક પર પ્રસારિત ફૂટેડમાં જોવા મળ્યું કે પ્રદર્શનકારીઓ, જેમાંના ઘણાએ કોલંબિયા-બ્રાન્ડવાળા સ્ટેટશર્ટ અને અન્ય રીતનાં કપડાં પહેર્યાં છે, તેઓ આ બસમાં ઘૂસી રહ્યા છે.
કોલંબિયા યુનિવર્સિટીથી બીબીસી સંવાદદાતા નોમિયા ઇકબાલ જણાવે છે કે ન્યૂ યૉર્ક પોલીસની કેટલીક બસોને અમે અહીંથી જતા જોઈ છે. બીબીસીના અમેરિકન પાર્ટનર ચેનલ સીબીએસનું કહેવું છે કે અત્યાર સુધી 50 લોકોની ધરપકડ કરી છે.
જ્યારે ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓના હાથ બાંધીને બસ સુધી લઈ જવાઈ રહ્યા હતા તો મોટી સંખ્યામાં બાકી પ્રદર્શનકારીઓ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા.
સીએનએનને એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ન્યૂયૉર્ક પોલીસે આજે ઑપરેશનમાં આંસુગૅસનો ઉપયોગ કર્યો નથી, પણ ફ્લૅશ બૅંગ ગ્રેનેડનો ઉપયોગ કર્યો છે.
અમેરિકાના ન્યૂયૉર્કમાં આવેલી કોલંબિયા યુનિવર્સિટીના કૅમ્પસમાં મંગળવારે રાતે ન્યૂયૉર્ક પોલીસ દાખલ થઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગાઝામાં યુદ્ધને લઈને પેલેસ્ટાઇનીના સમર્થનમાં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે.
અહેવાલ હતા કે અહીં વિદ્યાર્થીઓએ કૅમ્પસમાં આવેલા હૅમિલટન હૉલ પર કબજો કરી લીધો છે. તેની બારી તોડીને અંદર ઘૂસી ગયા છે. ત્યાર બાદ કૅમ્પસમાં પોલીસ દાખલ થઈ હતી.
વડા પ્રધાન મોદી આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં સભા સંબોધશે

ઇમેજ સ્રોત, ani
લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતમાં આવશે.
ચૂંટણી જાહેર થયા બાદ પહેલી વાર વડા પ્રધાન પ્રચારાર્થે ગુજરાત આવી રહ્યા છે. વડા પ્રધાન મોદી બે દિવસ ગુજરાતમાં વિવિધ જગ્યાએ ચૂંટણીસભાને સંબોધન કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં જિલ્લામાં ચૂંટણીસભાને સંબોધન કરશે. તેમજ સાંજે સાબરકાંઠામાં જનસભાને સંબોધન કરશે.
તેમજ બીજી મેના રોજ વડા પ્રધાન આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. જોકે તેમના ચૂંટણીપ્રચારના આ કાર્યક્રમમાં રાજકોટનો સમાવેશ નથી.
ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે અને સાત તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ચાર જૂને પરિણામ જાહેર થશે.























