રૂઢિગત બીબાં તોડી એસ.ટી. બસ ડ્રાઇવર બનેલાં મુસ્લિમ મહિલાની સફળતાની કહાણી

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
રૂઢિગત બીબાં તોડી એસ.ટી. બસ ડ્રાઇવર બનેલાં મુસ્લિમ મહિલાની સફળતાની કહાણી
પ્રકાશિત

મહારાષ્ટ્રના વર્ધા વિસ્તારનાં રબ્બાના ગત વર્ષે એસટી બસ ડેપોમાંથી ડ્રાઈવર તરીકે પાસ થયાં. આ મુસ્લિમ મહિલાને ઘરમાંથી પણ સારો સપોર્ટ મળ્યો છે અને સમુદાયના મૌલાનાઓ પણ તેમની પડખે ઊભા છે.

વર્ધાના આર્વી બસ ડેપોના તેમના સહકર્મીઓ તેમના સાહસને બિરદાવે છે.

તેમના પરિવારના અનેક લોકો ડ્રાઇવિંગના ક્ષેત્રમાં જ છે પણ તેમને કંઇક અલગ રીતે ગાડી ચલાવવી હતી.

તેઓ કહે છે, "આજે બધા મારા વખાણ કરે છે. કેટલાક લોકો માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપે છે તો કોઈ પીઠ થાબડીને શાબાસી આપે છે."

તેઓ કહે છે, "દરેક સ્ત્રીએ ડ્રાઇવિંગ શીખવું જ જોઇએ."

વધુ જુઓ આ વીડિયોમાં...

મહારાષ્ટ્રના મહિલા બસ ડ્રાઇવર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.