આ મુન્નાભાઈએ પોતાના માટે અલગથી કાર કેમ બનાવડાવી
ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે કનીપુર નામનું ચણી બોર જેવડું નાનું ગામ છે. ત્યાં સુરેશભાઈ ગઢવી રહે છે. જે મુન્નાભાઈના હુલામણા નામે જાણીતા છે.
મુન્નાભાઈનું કદ થોડું નાનું છે. તેમણે પોતાના માટે એક ખાસ કાર બનાવડાવી છે. બાબાગાડીથી સહેજ મોટી એવી એ નાનકડી કાર લઇને મુન્નાભાઈ જ્યારે નીકળે છે ત્યારે ગામ લોકો જોતા રહી જ જાય છે.
"મુન્નાકાકા...આવી ગયા...મુન્નાકાકા... આવી ગયા." સાગમટે બોલીને બાળકો તેમને ઘેરી વળે છે. મુન્નાભાઈ તેમને કારમાં આંટો મરાવે છે અને બાળકોના ચહેરા પરની ખુશી બમણી થઈ જાય છે.
તેઓ કહે છે કે, “મારી ઊંચાઈનું દુ:ખ ખરું પણ જ્યારે ગાડી લઇને નીકળું પછી બાળકો મુન્નાકાકા કહીને વીંટળાઈ વળે....એ ખુશી જોઈને મારા જીવનના દુ:ખ દૂર થઈ જાય છે.”
સુરેશભાઈએ દોઢ લાખના ખર્ચે પોતાના માટે બેટરી સંચાલિત એક કાર બનાવડાવી છે. જે તેમની હાઈટને અનુરૂપ છે.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



