3500 વૃદ્ધોને દત્તક લઈને સેવામાં આયખું આખું ખર્ચી નાખનાર મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
3500 વૃદ્ધોને દત્તક લઈને સેવામાં આયખું આખું ખર્ચી નાખનાર મહિલાની કહાણી
પ્રકાશિત

આ મહિલાનું નામ યોજના છે અને તેઓ છેલ્લાં 30 વર્ષથી વૃદ્ધો માટે કામ કરી રહ્યાં છે.

તેમણે કુલ 3500 વૃદ્ધોને દત્તક લીધા છે. તેમણે આ કામ 1993માં પાલઘરના બોઈસરમાં શરૂ કર્યું હતું.

હાલ તેઓ મહારાષ્ટ્રના કાલ્હેરમાં જ વૃદ્ધાશ્રમ ચલાવે છે.

યોજનાએ જ્યારે આ કામની શરૂઆત કરી ત્યારે તેમના સાસરિયાએ વિરોધ કર્યો હતો, જેના કારણે તેઓ તેમના પતિ અને સાસરિયાથી 2012માં છૂટા પડી ગયાં. જોકે, યોજનાને તેમની બંને બાળકી હાલ વૃદ્ધાશ્રમના કામકાજમાં મદદ કરે છે.

તેમનું કહેવું છે કે સમાજ આ પ્રકારનું કામ કરતી મહિલાઓને આજે પણ અલગ નજરે જુએ છે.

જુઓ તેમની પ્રેરણાત્મક કહાણી...

યોજના ઘરાત, મહારાષ્ટ્ર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.