You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં સિંહણના હુમલા કેમ વધી રહ્યા છે?
ગુજરાતમાં સિંહણના હુમલા કેમ વધી રહ્યા છે?
પ્રકાશિત
એશિયાટિક સિંહનું ઘર મનાતું રાજ્ય ગુજરાત આ પ્રાણીની હાજરી અને તેના સંવર્ધનના પ્રયાસો અંગે ઘણું ગૌરવ અનુભવે છે.
પરંતુ ઘણી વાર સિંહોના દબદબાવાળા વિસ્તારમાં સિંહ-માનવ ઘર્ષણના બનાવો સામે આવતા રહે છે.
ઘણી વાર સિંહ માનવવસાહતમાં પ્રવેશીને પશુનું મારણ કરતા હોય તેવાં દૃશ્યો પણ જોવા મળે છે.
કંઈક આવી જ રીતે કેટલાક કિસ્સામાં સિંહના માનવ પરના હુમલાના પણ સમાચાર આવે છે.
એવું જ કંઈક હાલ બની પણ રહ્યું છે. ગુજરાતમાં સિંહણના હુમલાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આવું કયાં કારણોસર થઈ રહ્યું છે?
જાણો, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં આ વલણ પાછળનાં કારણો અંગે.