ઇલેક્ટોરલ બૉન્ડ શું છે, મોદી સરકારની આ યોજના સામે સુપ્રીમ કોર્ટમાં કેમ અરજીઓ થઈ?

ઇલેક્ટોરલ બૉન્ડ શું છે, મોદી સરકારની આ યોજના સામે સુપ્રીમ કોર્ટમાં કેમ અરજીઓ થઈ?
પ્રકાશિત

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની પાંચ જજોની એક બંધારણીય બેન્ચ ઇલેક્ટોરલ બૉન્ડ યોજનાની કાયદાકીય યોગ્યતા સાથે સંબંધિત અરજી પર સુનાવણી કરી રહી છે.

આ મામલો સુપ્રીમ કોર્ટમાં આઠ વર્ષથી વધુ સમયથી ચાલે છે અને તેના પર સૌની નજરો મંડાયેલી છે, કારણ એ છે કે આ ચુકાદાની મોટી અસર આગામી 2024ની લોકસભા ચૂંટણી પર પડી શકે છે.

ભારત સરકારે ઇલેક્ટોરલ બૉન્ડ યોજનાની ઘોષણા 2017માં કરી હતી. આ યોજનાને સરકારે 29 જાન્યુઆરી, 2018થી લાગુ કરી દીધી હતી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં એવું કહેવામાં આવ્યું છે કે આ યોજનાને કારણે ભારતીય અને વિદેશી કંપનીઓ દ્વારા અસીમિત રાજકીય દાન અને રાજકીય પક્ષોને ગુમનામ રીતે ફંડિંગ માટે દરવાજા ખૂલી જાય છે, જેના કારણે મોટા પાયે ચૂંટણી દરમિયાન ભ્રષ્ટાચારને કાનૂની સ્વરૂપ મળી જાય છે.

શું છે આ ઇલેક્ટોરલ બૉન્ડ? સમજો સરળ ભાષામાં...