You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશ : ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રૅશ થયા બાદ ઘટનાસ્થળે શું સ્થિતિ છે?
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ઍર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યું છે. ઍર ઇન્ડિયાના વિમાનમાં 242 પ્રવાસી હતા અને વિમાન લંડન જઈ રહ્યું હતું.
દુર્ઘટનામાં થયેલી જાનહાનિની સંખ્યા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઍર ઇન્ડિયા પ્રમાણે વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ,1 કૅનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક સવાર હતા.
અમદાવાદ ઝોન-4નાં ડીસીપી કાનન દેસાઈએ વિસ્તારમાં પ્લેન ક્રૅશની ઘટના બની હોવાની વાતની પુષ્ટિ કરી છે.
ઍર ઇન્ડિયાએ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર અમદાવાદથી લંડન જતી ફ્લાઇટને ગુરુવારે બપોરે ટેક ઑફ બાદ અકસ્માત નડ્યો હોવાની વાતની પુષ્ટિ કરી છે.
એએનઆઈના અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના વિશે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન