સંજયસિંહનો આરોપ : અરવિંદ કેજરીવાલને જેલમાં પ્રતાડિત કરાઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, ANI
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન મોદીના ઇશારા પર જેલમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને પ્રતાડિત કરાઈ રહ્યા છે.
સંજયસિંહે કહ્યું, “દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પર જેલમાં કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન મોદીના ઇશાર પર પ્રતાડનાની કાર્યવાહી કરાઈ રહી છે. વારંવાર જે એક ન્યૂનતમ અધિકાર મળે છે, એને છીનવાઈ રહ્યા છે.”
“તિહાડ જેલમાં જે થઈ રહ્યું છે એ અગાઉ ક્યારેય નહીં થયું હોય. અધિકારી તો નિમિત્ત છે. તેઓ તો જે આદેશ મળે એનું પાલન કરે છે.”
સંજયસિંહે આગળ કહ્યું, “જેલના નિયમ 602 અને 605 અંતર્ગત ગમે એ વ્યક્તિ સાથે રૂબરૂ મુલાકાત કરાવાઈ શકાય છે. આ અધિકાર જેલતંત્ર પાસે હોય છે. આ એક નિયમ છે.”
“અરવિંદ કેજરીવાલનાં પત્ની અને પરિવાર પરેશાન છે. માતાપિતા પરેશાન છે. હાલ જાણવા માટે જ્યારે કેજરીવાલનાં પત્ની અરજી કરે છે તો તેમને રૂબરૂ મુલાકાત નથી અપાતી. તેમને બારીમાંથી મુલાકાત અપાય છે. આ અમાનવીય છે.”
મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીસ્થિત શરાબ ગોટાળાના મામલામાં જેલમાં બંધ છે. કેજરીવાલની ધરપકડને પડકારનારી અરજી હાઇકોર્ટે ખારિજ કરી દીધી હતી.
વેસ્ટ બૅંકમાં એક છોકરો ગુમ થતાં હિંસક ઘર્ષણ, એક પેલેસ્ટાઇનિયનનું મૃત્યુ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વેસ્ટ બૅંકમાં ઇઝરાયલી અધિકારીઓ દ્વારા એક ગુમ કિશોરની તલાશ દરમિયાન ત્યાં વસાવાયેલા યહૂદીઓ અને પેલેસ્ટાઇનિયનો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું. તેમાં એક પેલેસ્ટાઇનિયનનું મૃત્યુ થઈ ગયું છે અને લગભગ 25 લોકોના ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.
બંદૂકો અને પથ્થરોથી સજ્જ ડઝનો સેટલર્સ (ઇઝરાયલની તરફથી કબજાવાળા વેસ્ટ બૅંકમાં વસાવાયેલા યહૂદી)એ રામાલ્લા પાસે એક ગામ પર હુમલો કરી દીધો. એ બાદ ઇઝરાયલી સૈનિકોએ વચ્ચે પડીને મામલો શાંત પાંડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, 14 વર્ષીય ગુમ કિશોર બિન્યામિન અહીમાયરર હજુ સુધી ગુમ છે. કિશોરને શોધવા માટે વ્યાપક સ્તરે શોધ અભિયાન ચાલી રહ્યું છે.
અન્ય મામલામાં ઇઝરાયલી દળોએ વેસ્ટ બૅંકમાં રહેતા પેલેસ્ટાઇનિયનોને ગોળી મારી દીધી, જે બાદ બંનેનાં મૃત્યુ થઈ ગયાં.
એ પૈકી એકને હમાસે પોતાનો કમાન્ડર ગણાવ્યો છે. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે મોહમ્મદ દરગમેહનું મૃત્યુ સૈનિકો સાથે ગોળીબારી દરમિયાન થઈ.
સાત ઑક્ટોબરના રોજ જાહેર કરાયેલા ઇઝરાયલ અને હમાસના જંગના કારણે વેસ્ટ બૅંકમાં પણ હિંસા વધી છે.
ઑસ્ટ્રેલિયા : સિડનીના મૉલમાં ચાકુબાજી, પાંચનાં મૃત્યુ, 'સંભવિત હુમલાખોરને પોલીસે ગોળી મારી'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑસ્ટ્રેલિયામાં સિડનીના એક શૉપિંગ મૉલમાં હુમલાખોરે કથિતપણે ઘણા લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો છે.
પોલીસે આ ઘટના અંગે માહિતી આપતાં કહ્યું હતું કે તેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. તેમજ ઘણા લોકોને ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલ ખસેડાયા છે.
પોલીસે કન્ફર્મ કર્યું કે ઈજાગ્રસ્તોમાં એક બાળક પણ સમાવિષ્ટ છે.
બૉન્ડી જંક્શન પર ભીડને વેસ્ટફીલ્ડ શૉપિંગ સેન્ટરમાંથી ભાગતા જોઈ શકાય છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે આ ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.
પોલીસ ઍક્શનમાં ચપ્પુ મારનાર સંભવિત હુમલાખોરને ગોળી વાગી છે. પોલીસે સ્થાનિક લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવાની અપીલ કરી છે.
પોલીસે વિસ્તારને ખાલી કરાવી લીધો છે. જોકે, સોશિયલ મીડિયા પર ઘટનાસ્થળે ઍમ્બુલન્સ અને પોલીસનાં વાહનો હાજર હોવાની તસવીરો જોવા મળી રહી છે.
ન્યૂ સાઉથ વેલ્સ ઍમુબલન્સે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે હુમલાખોર મનાતી એક વ્યક્તિનું પોલીસની ગોળીથી મૃત્યુ નીપજ્યું છે.
એક સાક્ષીએ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું કે તેમણે એક વ્યક્તિને ઈજાગ્રસ્ત અવસ્થામાં આડી પડેલી જોઈ હતી અને તેઓ જોવા માગતા હતા કે ખરેખર શું થઈ રહ્યું છે.
સાક્ષીએ કહ્યું કે, "એ બાદ અમને જોયું કે તમામ લોકો અમારી તરફ ભાગી રહ્યા છે. એ બાદ અમે ફાયરિંગનો અવાજ સાંભળ્યો. મારા પતિ અમને દુકાનમાં ખેંચીને લઈ ગયા. ત્યાં હાજર એક મહિલા દરવાજો બંધ કરવાની કોશિશ કરી રહી હતી, પરંતુ એ સામેનો દરવાજો બંધ ન કરી શકી, જે બાદ અમે ઑફિસમાં ચાલ્યા ગયા, જેનો દરવાજો અમે બંધ કરી લીધો."
તેમણે કહ્યું કે ઑફિસમાંથી પણ તેઓ ત્યારે જ બહાર નીકળ્યાં જ્યારે પોલીસ ત્યાં પહોંચી.
ભારતીય મૂળના નાગરિકને પકડવામાં મદદ માટે એફબીઆઈ કેમ આપી રહી છે 25 હજાર ડૉલરનું ઇનામ?

ઇમેજ સ્રોત, FBI
સંયુક્ત રાજ્ય અમેરિકાની ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)એ ભારતીય મૂળના એક નાગરિક ભદ્રેશ પટેલને પડકવામાં મદદ કરનારને 25 હજાર ડૉલરનું ઇનામ રાખ્યું છે.
એફબીઆઈ તરફથી એક વીડિયો નિવેદન આપવામાં આવ્યું જેમાં ભદ્રેશ પટેલ પર પત્નીની હત્યાનો આરોપ છે.
એફબીઆઈ 2017થી ભદ્રેશ કુમારને શોધી રહી છે અને તેમને મોસ્ટ વૉન્ટેડ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
એફબીઆઈ તરફ જાહેર કરવામાં આવેલા વીડિયો અનુસાર 2015 એપ્રુલમાં ભદ્રેશ પટેલ અને તેમનાં પત્ની પલકે ડંકિન ડોનટ્સમાં નાઇટ શિફ્ટ કરી હતી.
નાઇટ શિફ્ટ દરમિયાન જ પત્નીની હત્યા કરવાનો આરોપ ભદ્રેશ પટેલ પર છે.
આ ઘટના પછીથી ભદ્રેશ કુમાર ફરાર છે અને એફબીઆઈ તેમને શોધી રહી છે.






















