ભારતે ઑસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું, સિરીઝ પર કર્યો કબજો

ભારત ઑસ્ટ્રેલિયા મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલની સિરીઝને જો વર્લ્ડ કપની તૈયારીઓને ચકાસવાનું માપદંડ મનાય તો કહી શકાય કે ભારતીય ટીમ વિશ્વને હચમચાવવા માટે તૈયાર છે.

ભારતે મોહાલીમાં રમાયેલી પહેલી વનડે મૅચમાં પાંચ વિકેટથી જીત મેળવી હતી. સિરીઝની છેલ્લી મૅચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.

ઈન્દોરમાં રમાયેલી બીજી વનડેમાં ભારતીય બૉલર્સ અને બૅટ્સમૅનોએ શાનદાર પ્રદર્શન કર્યું. વર્લ્ડકપ માટે તૈયારી માટે આ મૅચ જે ખેલાડી માટે પરીક્ષા મનાઈ રહી હતી તે શ્રેયસ અય્યર શતક બનાવીને 'પ્લેયર ઑફ ધ મૅચ' બન્યા. સૂર્ય કુમાર યાદવ અને આર. અશ્વિને પણ પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરીને સિલેક્ટર્સ અને ટીકાકારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો.

ગયા અઠવાડિયે જ ભારતે એશિયા કપ જીતીને પોતાની ક્ષમતાનો પરચો આપી દીધો હતો. બે દિવસ પહેલાં જ ભારતીય ટીમ વનડે રૅન્કિંગમાં પ્રથમ ક્રમે પહોંચી ચૂકી છે.

ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં ભારતનો 100 રનોથી વધુ રનથી વિજય થયો છે. ભારતના જંગી 400 રનોના ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયાની ટીમ નબળી પડી ગઈ હતી. વરસાદના લીધે ટાર્ગેટ ઘટાડી 317 રન કરી દેવાયો હતો પણ ઑસ્ટ્રેલિયા ટાર્ગેટ પ્રાપ્ત ન કરી શકી અને મૅચ હારી ગઈ. ઑસ્ટ્રેલિયાની ટીમ 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ડકવર્થ લૂઇસ નિયમ હેઠળના ટાર્ગેટથી મૅચ જીતી.

હવે ભારત 3 મૅચની સિરીઝમાં 2-0થી સિરીઝ જીતી ચૂક્યું છે. હવે ત્રીજી મૅચ પણ જીતશે તો સિરીઝ 3-0થી પોતાના નામે કરી લેશે. નહીં તો સિરીઝ તો ભારત હવે જીતી જ ચૂક્યું છે.

મૅચમાં વરસાદના લીધે રમત અટકાવી પડી હતી. મૅચ શરૂ થયા બાદ ઑસ્ટ્રેલિયાએ બેટિંગમાં તેજી લાવી હતી. ડેવિડ વૉર્નર અને માર્નસ લેબૂસ્ચૅન્જે ત્રીજી વિકેટ માટે સારી ભાગીદારી કરી હતી પણ અશ્વિને લેબૂસ્ચૅન્જને ક્લિન બોલ્ડ કરતા ઑસ્ટ્રેલિયાની 3 વિકેટો પડી ગઈ હતી. 13 ઑવરો થઈ ચૂકી હતી.

આમ 20 ઑવર્સમાં 227 રનોની જરૂર હતી. ડેવિડ વોર્નર અને ઇન્ગ્લિશ રમી રહ્યા હતા. જાડેજાની ઑવરમાં (14મી ઑવરમાં) એક ઑવરથ્રોમાં 4 રન જતા રહ્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, અશ્વિને વોર્નરને એલબીડબ્લૂય આઉટ કરતા ઑસ્ટ્રેલિયા 100 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી.

એ જ ઑવરમાં ઇન્ગ્લિશને અશ્વિને ફરીથી એલબીડબ્લ્યૂ કર્યો અને અમ્પાયરે આઉટ પણ આપ્યો. જોકે ઑસ્ટ્રેલિયાએ રિવ્યૂ લીધો હતો. પરંતુ થર્ડ અમ્પાયરે પણ આઉટ આપ્યો હતો. આમ 101 રનમાં 5 વિકેટો પડી ગઈ હતી.

19મી ઑવરમાં જાડેજાએ કૅરીને ક્લિન બોલ્ડ કરી દીધો. અને ઑસ્ટ્રેલિયાની 6 વિકેટ પડી ગઈ. ઉપરાંત 20મી ઑવરમાં એક રનઆઉટ થતાં 7મી વિકેટ પણ પડી ગઈ હતી. અને ઑસ્ટ્રેલિયાએ 20 ઑવરમાં 135 રને કુલ 7 વિકેટો ગુમાવી દીધી હતી.

જાડેજાએ 21મી ઑવરમાં ક્લિન બોલ્ડ કરીને એડમ ઝામ્પાની વિકેટ લઈ લીધી હતી. આમ ભારત જીતની વધુ નજીક પહોંચી ગયું હતું. ઑસ્ટ્રેલિયાએ 140 રનોમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. છતાં ઑસ્ટ્રેલિયાએ કોશિશ ચાલુ જ રાખી હતી.

ભારતે આ દરમિયાન 2 કૅચ છોડ્યા હતા. જેમાં 22મી ઑવરમાં ઋતુરાજે બાઉન્ડ્રી પર કૅચ છોડી દીધો.

છેલ્લે હેઝલવૂડ અને એબોટ ઝડપી રમી રહ્યા હતા. અને સિક્સર ફટકારી રહ્યા હતા. ઋતુરાજે કૅચ છોડતા હેઝલવૂડને જીવનદાન મળ્યું હતું.

24 ઑલરમાં 178 રન પર ઑસ્ટ્રેલિયાની 8 વિકેટો પડેલી હતી. 25મી ઑવર નાખવા આર. અશ્વિન આવ્યા હતા.

એબોટની વિસ્ફોટક બેટિંગથી એક સમયે લાગતું હતું કે જો એબોટ આ જ રીતે રમશે તો મૅચ ભારતના હાથમાંથી સરકી શકે છે. કેમ કે એબોટ સિક્સર અને ચોગ્ગા ફટકારી રહ્યો હતો.

ભારતીય બોલરો ઑસ્ટ્રેલિયાની છેલ્લી બે વિકેટ લેવા કોશિશ કરી રહ્યા હતા. પરંતુ હેઝલવૂડ અને એબોટ પણ ક્રિઝ પર જામી ગયા હતા.

શોન એબોટે માત્ર 29 બૉલમાં 50 રન કરી અર્ધસદી પૂરી કરી હતી. સાથે જ ઑસ્ટ્રેલિયાએ 205 રન પણ પૂરા કર્યાં હતા.

જોકે 28મી ઑવરમાં શમીએ હેઝલવૂડને ક્લિન બોલ્ડ કરતા એ પાર્ટનરશીપ તૂટી ગઈ હતી અને હેઝલવૂડ 23 રને આઉટ જતાં ઑસ્ટ્રેલિયાએ 9ની વિકેટ પણ ગુમાવી દીધી હતી.

અને 29મી ઑવરમાં એબોટની વિકેટ પણ પડી ગઈ. જાડેજાએ તેમને ક્લિન બોલ્ડ કરી દેતા ઑસ્ટ્રેલિયા ઓલઆઉટ થઈ ગયું હતું. અને ભારત 99 રનથી મૅચ જીતી ગયું હતું.

ગ્રે લાઇન

33 ઑવરમાં 317 રનનો નવો ટાર્ગેટ

શુભમન ગિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલની સિરિઝને જો વિશ્વકપની તૈયારી પરખવાનો માપદંડ માનવામાં આવે તો ભારતીય ટીમ દુનિયાને હચમચાવી દેવા તૈયાર છે.

ઑસ્ટ્રેલિયાને 400 રનનો પડકાર આપનારી ભારતીય ટીમ બીજી ઇનિંગની શરૂઆતની પાંચ ઓવરમાં જ ઑસ્ટ્રેલિયાના બે બૅટ્સમૅનને સસ્તામાં આઉટ કરી ચૂકી છે. બંને વિકેટ પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી છે. હાલ વરસાદને લીધે મૅચ અટકી ગઈ હતી પણ હવે તે શરૂ થઈ ગઈ છે.

મૅચ વરસાદ બાદ ફરી શરૂ થઈ ગઈ છે જેમાં હવે ઑસ્ટ્રેલિયાને 33 ઑવરોમાં 317 રનનો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. વરસાદ શરૂ થયો ત્યારે ઑસ્ટ્રેલિયાનો સ્કૉર નવ ઑવરમાં 56 રનોમાં બે વિકેટનો હતો.

આમ ઑસ્ટ્રેલિયાની બેટિંગ કુલ 42 ઑવર્સની થઈ એટલે કે વરસાદને લીધે 8 ઑવર્સ ઘટાડી દેવામાં આવી છે. અને ટાર્ગેટ 87 રન ઘટાડી દેવાયા છે.

આ પૂર્વે ઑસ્ટ્રેલિયાના ખેલાડી વરસાદ પડ્યો એ પહેલાં મેથ્યૂ શૉર્ટ 9 રન બનાવીને આઉટ થયા હતા, તો સ્ટીવ સ્મિથ પણ ખાતું ન ખોલાવી શક્યા.

મૅચની વાત કરીએ તો, ઇન્દોરમાં રવિવારે ઑપનર શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે ઑસ્ટ્રેલિયાના બૉલરને હંફાવી દીધા અને શાનદાર સદી ફટકારી.

કપ્તાન કેએલ રાહુલે પણ છેલ્લી ઑવરોમાં સારા રન ફટકાર્યા તથા સ્કાયના ઉપનામથી પ્રખ્યાત સૂર્યકુમાર યાદવે સિક્સરોની વર્ષા કરીને બતાવ્યું કે તેઓ વન-ડેમાં પણ રન ફટકારી શકે છે.

ભારત તરફથી શ્રેયસ અય્યરે 105 રન અને શુભમન ગિલે 104 રન બનાવ્યા. આ વચ્ચે 200 રનોની ભાગીદારી દમ પર ભારતીય ટીમે 50 ઑવરોમાં 5 વિકેટે 399 રન ફટકાર્યાં.

વન-ડેમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતનો આ સૌથી મોટો સ્કૉર છે.

કપ્તાન કેએલ રાહુલે 38 બૉલમાં 52 રન ફટકાર્યા. સૂર્યકુમાર યાદવે 37 બૉલમાં અણનમ 72 રન ફટકાર્યા.

તેમણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને છ સિક્સર ફટકાર્યાં. તેમનો સ્ટ્રાઇક રેટ 194.59નો રહ્યો.

ઑસ્ટ્રેલિયાના બૉલર કૅમરુન ગ્રીનની ઑવરોમાં સૌથી વધુ રન પડ્યા, તેમણે 10 ઑવરોમાં 103 રન આપ્યા.

ગ્રે લાઇન

ગિલ-શ્રેયસની કમાલ

ખેલાડી

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ઋતુરાજ ગાયકવાડ ચોથી ઑવરમાં આઉટ થઈ ગયા. તેમણે માત્ર 8 રન બનાવ્યા.

પરંતુ ત્યાર બાદ 10મી ઑવરમાં વરસાદ થયો અને થોડી વાર માટે મૅચ રોકાઈ ત્યારે ઑસ્ટ્રેલિયાની ટીમને થોડી રાહત મળી .

ગત મૅચમાં શ્રેયસ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. પણ આ વખતે તેમણે તક ઝડપી લીધી.

બીજી બાજુ ગિલે પણ પ્રભાવક સદી ફટકારી. તેમણે માત્ર 37 બૉલમાં અર્ધસદી ફટકારી. જ્યારે શ્રેયસે 86 બૉલમાં સદી ફટકારી. આ તેમની ત્રીજી વન-ડે સદી હતી.

ત્યાર પછી તેઓ ટકી ન શક્યા અને સીન ઍબોટને કૅચ આપી બેઠા. જોકે બૉલ ગ્રાઉન્ડને સ્પર્શી જતા નોટઆઉટ રહ્યા. પણ 2 બૉલ પછી ફરી શૉટ મારવા ગયા અને આઉટ થઈ ગયા.

ગિલે 91 બૉલમાં સદી ફટકારી, ત્યારબાદ તેઓ 104 રન ફટકારી ગ્રીનનો શિકાર બન્યા.

પછી કપ્તાન કેએલ રાહુલ અને ઇશાન કિશને 4થી વિકેટ માટે 33 બૉલમાં 59 રન જોડ્યા.

કિશન 18 બૉલમાં 31 રન બનાવી આઉટ થયા પરંતુ રનની રફતાર ન રોકાઈ.

ગ્રે લાઇન

સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગ

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

ટીમમાં જગ્યા પાક્કી કરવા માટે સૂર્યકુમારે કપ્તાન કેએલ રાહુલ સાથે 6ઠ્ઠી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી.

તેમણે ગ્રીનની 8મી ઑવરમાં સળંગ 4 સિક્સર ફટકારી. તેમણે માત્ર 24 બૉલમાં 50 રન કરી અર્ધસદી ફટકારી.

આ વર્ષે માર્ચમાં યાદવ ઑસ્ટ્રેલિયા સામે સતત 3 મૅચોમાં ખાતું ખોલ્યા સિવાય આઉટ થયા હતા. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની સિરીઝમાં પણ મોટો સ્કૉર બનાવવામાં નાકામ રહ્યા હતા. ત્યારે તેમની ટીકા થઈ હતી.

પરંતુ આજે તેમણે શાનદાર બેટિંગ કરી. તેમની સાથે રવિન્દ્ર જાડેજાએ અણનમ 12 રન કર્યાં. આમ ભારતે કુલ 50 ઑવરમાં 399 રન ફટકાર્યાં.

રેડ લાઇન
રેડ લાઇન