અમેરિકામાં આ લોકો અડધી રાતે ગટરમાં ઊતર્યા, પોલીસે તપાસ હાથ ધરી

અમેરિકામાં આ લોકો અડધી રાતે ગટરમાં ઊતર્યા, પોલીસે તપાસ હાથ ધરી
પ્રકાશિત

અમુક વ્યક્તિઓ અમેરિકાના ન્યૂ યૉર્કની ભૂગર્ભ ગટરનાં ઢાંકણાં ખોલી અંદર દાખલ થઈ.

આ ઘટના ક્વીન્સ અને બ્રુકલિન ખાતે બની હતી, જ્યાં કેટલાક લોકો ગટરનાં ઢાંકણા ખોલી અંદર ઊતરતા નજરે પડ્યા હતા.

આ ઘટના સીસીટીવીમાં રેકૉર્ડ થઈ ગઈ હતી. પોલીસનું માનવું છે કે આ લોકો કિંમતી વસ્તુઓ શોધવા ગટરમાં ઊતર્યા હોઈ શકે.

આ રીતે ગટરમાં ઊતરવું ગેરકાયદે અને જોખમી હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.

જોકે, હાલમાં કોઈની ધરપકડ થઈ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન