થાઇલૅન્ડમાં જોડિયાં મદનિયાં જન્મ્યાં તો હાથણીએ હુમલો કેમ કરી દીધો

થાઇલૅન્ડમાં જોડિયાં મદનિયાં જન્મ્યાં તો હાથણીએ હુમલો કેમ કરી દીધો
પ્રકાશિત

તમે માણસોનાં જોડિયાં બાળકો તો ઘણીવાર જોયા હશે પરંતુ તમે કોઈ હાથીનાં જોડિયાં મદનિયાં જોયાં છે? થાઈલૅન્ડમાં એક હાથણીએ જોડિયાં મદનિયાંને જન્મ આપ્યો છે.

36 વર્ષની આ હાથણીનું નામ જમજુરી છે.

એલિફન્ટ સ્ટે ઑર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર મિશેલ રીડે કહે છે કે,

"હાથણીએ પોતાના જ બાળક પર હુમલો કરી દીધો હતો. કારણ કે જોડિયાં બાળકોને જન્મ આપવો એ તેના માટે પણ મુશ્કેલીભર્યું હતું. તેના કારણે તેને ઘણું દુ:ખ પણ થયું. મહાવતે ઝડપથી તેનાં બાળકને બચાવ્યું. આ સમયે મહાવતની કોણી પર ઈજા પણ થઈ."

વધુ જુઓ વીડિયોમાં...