You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2023ના વર્ષમાં બાર્બી, બિયોન્સે અને ટેલર સ્વિફ્ટે કમાણીનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો
2023ના વર્ષમાં બાર્બી, બિયોન્સે અને ટેલર સ્વિફ્ટે કમાણીનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો
પ્રકાશિત
2023નું વર્ષ વિશ્વના મહિલા કલાકારો માટે યાદગાર રહ્યું. વિખ્યાત ફિમેલ આર્ટિસ્ટ્સે તેમના શોબિઝ ટિકિટનો નવો કિર્તિમાન સ્થાપિત કર્યો.
અમેરિકાનાં જાણીતાં ગાયિકા અને ગીતકાર ટેલર સ્વિફ્ટની એરાઝ વર્લ્ડ ટૂરે ધૂમ મચાવી. આ ટૂરની 4.35 મિલિયન ટિકિટો વેચાઈ હતી અને તેની કમાણી હતી 1.04 અબજ ડૉલર...આ પહેલી કૉન્સર્ટ સિરિઝ હતી જેની કમાણી અબજ ડૉલરમાં થઈ...
ગાયિકા અને અભિનેત્રી બેયૉન્સેની રિનેઇસોન્સ ટૂર કમાણીની દૃષ્ટિએ બીજા નંબર પર રહ્યાં. આ ટૂરની 2.78 મિલિયન ટિકિટો વેચાઈ અને 580 મિલિયન ડૉલરની કમાણી થઈ.
આ સફળતા જોતા બંનેએ તેમની ટૂરને ફિલ્મરૂપે રજૂ કરી....ચાલો જોઈએ કેવી રહી તેમની આ વર્ષની સફર...