You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂનાગઢમાં પ્રસૂતાની ડિલિવરી બાદ મૃત્યુનો શું છે મામલો?
જૂનાગઢમાં ડિલિવરી બાદ પ્રસૂતાના મૃત્યુના મામલા સામે આવ્યા છે.
હિરલ એક દીકરીને જન્મ આપ્યાના થોડાક જ દિવસોમાં દુનિયા છોડીને જતાં રહ્યાં. હાલ તેમનો પરિવાર આઘાતમાં છે.
તેમના પતિ આકાશભાઈનો દાવો છે કે તેમનાં પત્નીના સિઝેરિયન ઑપરેશન બાદ બાળકનો જન્મ તો થયો પણ પત્નીની તબિયત લથડી ગઈ હતી. પહેલા સિવિલ હૉસ્પિટલ અને બાદમાં ખાનગી હૉસ્પિટલમાં તેમની સારવાર કરાવી, છતાં કોઈ રાહત ન થઈ. અંતે તેમનું મૃત્યુ થઈ ગયું.
આ વાત હિરલ સુધી સીમિત નથી. આવી કુલ પાંચ મહિલાઓની તબિયત ખરાબ થઈ છે. કેટલીક મહિલાઓને કિડનીની સમસ્યા સર્જાતા તેમને ડાયાલિસિસ કરવા સુધીની ફરજ પડી હતી. જ્યાં ડિલિવરી કરાઈ હતી તે હૉસ્પિટલના કર્મચારી સોહિલ સમા પાંચ દર્દીઓને ઇનફેક્શન લાગ્યું હોવાની વાત તો સ્વીકારે છે પણ તેમાં ડૉક્ટર કે હૉસ્પિટલનો કોઈ વાંક હોવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે.
જોકે, આરોગ્ય વિભાગ આવા જ ઇનફેક્શનથી બે મહિલાનાં મોત થયાં હોવાનો દાવો કરે છે.
જૂનાગઢના હિરલ સિવાય આવો જ એક કેસ તેઓ હર્ષિતાનો. જેઓ ઝીંઝરી ગામનાં હતાં. સમગ્ર બાબતે આરોગ્યવિભાગ માતાઓનાં મરણના કારણને લઈને તપાસ કરી રહ્યું છે.
સાંભળો હિરલબેનના પતિ આકાશભાઈની વ્યથા અને હૉસ્પિટલનો દાવો આ વિડિઓમાં.